ભારતમાં ફરીએકવાર આવશે આકરા પ્રતિબંધો અને લોકડાઉન? નિષ્ણાંતોએ આપ્યો આ જવાબ

વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે બધા ભારતીઓના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે, “ભારતમાં ફરી એક વાર કોરોનાના કારણે લોકડાઉન લાગૂ કરવાની જરુર છે? ફરી એક વાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ મુકાશે?” આવા સવાલો અત્યારે બધાના મનમાં ચાલી રહ્યા છે. આ સવાલોના જવામ આપતા નિષ્ણાંતોએ સ્પષ્ટ કહ્યું કે, દેશમાં ફરી એક વાર પહેલા જેવી સ્થિતિ નઈ સર્જાય, સાથે સાથે તેમને એમ પણ કહ્યું કે, અમુક દેશોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે, તેના પર નજર અને સતર્કતા રાખવી જરુરી છે.

નિષ્ણાંતોએ કહ્યું કે, આ વખતે આપણા દેશમાં કોવિડ 19ના ગંભીર કેસો આવતા અને દર્દીઓમાં હોસ્પિટલ ભરતી થવાની આશંકા ખુબ જ ઓછી છે. તેમને કારણ જણાવતા કહ્યું કે, ભારતના લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસિત થઈ ચુકી છે. વધુમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા અને દિલ્હીના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં કોવિડના કેસોમાં વધારો થયો નથી હાલમાં સ્થિતિ સારી છે. આગળ જણાવ્યું કે, અત્યારે તો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવા અથવા લોકડાઉન લાગૂ કરવાની કોઈ જરુર નથી.

ડો. ગુલેરિયા સાથે વાત કરતા તેમને કહ્યું કે, ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવો જરૂરી નથી, તેમને વધુમાં કહ્યું કે, ચીનમાં વધતા આંકડા બતાવે છે કે, ચીનમાં કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે, સંક્રમણ ઝડપથી ફેલાવવા માટે જવાબદાર ઓમિક્રોન બીએફ.7 સબવેરિએન્ટ ભારત દેશમાં પહેલી પણ જોવા મળ્યો છે. ડો. ગુલેરિયાને પૂછવામાં આવ્યું કે આવનારા દિવસોમાં લોકડાઉનની જરુર પડશે, ત્યારે તેમને કહ્યું કે, ભારત દેશમાં કોવિડના ગંભીર કેસો અને હોસ્પિટલમાં દર્દીઓની ભરતી થવાની સંભાવના નથી, કારણ કહેતા જણાવ્યું કે, રસીકરણ અને પ્રાકૃતિક રીતે સંક્રમણ થવાના કારણે ભારતીયોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી પહેલાથી વિકસિત થઈ ચુકી છે. તેથી લોકડાઉનની જરુર જણાતી નથી.

ડો.નીરજ ગુપ્તા જે સફદરજંગ હોસ્પિટલના ફેફસા અને ઊંડી દેખરેખ વિભાગના પ્રોફેસર છે, તેમની સાથે વાત કરતા તેમને કહ્યું કે, ચીન તથા અમુક અન્ય દેશોમાં કોવિડ 19ના કેસમાં વધારો જોવા મળે છે અને તેથી ભારતને વધારે સાવધાની રાખવાની જરુર છે. પરંતુ હાલની સ્થિતિ જોતા ભારતમાં નજીકના ભવિષ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ નહીં આવે. હાઈબ્રિડ ઈમ્યુનિટી કોઈ વ્યક્તિના ભવિષ્યમાં થનારી સંક્રમણ વધારે સુરક્ષા આપે છે.

વધુ વાત કરતા ડો.નીરજએ કહ્યું કે, ચીન હાલમાં વધારે નબળી સ્થિતિમાં છે, તેમને તેનું કારણ આપતા કહ્યું કે આ સ્થિતિ પ્રાકૃતિક ઈમ્યુનિટી અને ખરાબ રસીકરણ રણનીતિ હોઈ શકે છે. જેમાં નબળા અને વૃદ્ધ લોકોની તુલનામાં સ્વસ્થ લોકો અને યુવાનો ને પ્રાથમિકતા આપવામા આવી છે. ચીની રસીનું સંક્રમણથી બચવામાં ઓછી પ્રભાવી હોવાનું પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, લોકોને કોવિડ અનુકૂળ વ્યવહાર અપનાવવા જોઈએ અને રસી લઈ લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *