લંડનમાં આયોજિત કોમન વેલ્થમાં જુડો ચેમ્પિયન શીપમાં સુરતની દિક્ષી સેલરે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી સુરત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. દિક્ષીએ ઈંગ્લેન્ડની ખેલાડીને એના જ ઘર આંગણે હરાવી આ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં 32 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
તસ્વીરો સાંકેતિક છે
ઘરે દિવાળીની ઉજવણી જેવો માહોલ
માતા હેમાક્ષી (સ્વિમિંગ કોચ) એ જણાવ્યું હતું કે, દિક્ષી (ઉ.વ. 17. રહે, રાંદેર, ગંગા નગર) ધોરણ-12 આર્ટમાં અભ્યાસ કરે છે અને છેલ્લા 6 વર્ષથી જુડોની રમત સાથે સંકળાયેલી છે. આ ટુર્નામેન્ટ રવિવારે લંડનમાં રમાઈ હતી. દીક્ષિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હોવાની ખબર ફોન પર આપતાની સાથે જ ઘર-પરિવાર અને ફળિયામાં દિવાળીની ઉજવણી જેવો માહોલ બની ગયો હતો.
ઇન્ટરનેશનલમાં પ્રથમ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો
વધુમાં જણાવ્યું હતું કે, દીક્ષિના પિતા હેમલભાઈ સુરત એસટી વિભાગમાં મિકેનિક તરીકે કામ કરે છે. અને દિક્ષીને એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. દિક્ષીના સુરતના કોચ તરીકે પ્રભાકારભાઈ સેવા આપતા હતા અને રાજ્યના કોચ તરીકે શતપાલ રાણા, હેડ કોચ તરીકે ઘનશ્યામ ઠાકોર અને શીતલ વર્મા સેવા આપતા હતા. દિક્ષીએ આજદિન સુધીમાં જુડોમાં સ્ટેટ લેવલમાં ખેલ મહાકુંભ 4 ગોલ્ડ,1 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. જ્યારે ઇન્ટરનેશનલમાં પ્રથમ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. વર્ષ 2018 પુણેમાં રમાયેલી ખેલ ઇન્ડિયામાં પણ દિક્ષીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઇન્ટરનેશનલમાં દિક્ષીનો આ પ્રથમ બ્રોન્ઝ મેડલ છે જેને લઈ દિક્ષીએ પરિવાર અને દેશનું ગૌરવ વધાર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.