લ્યો બોલો! છેલ્લાં 2 મહિનાથી આ સ્કૂલમાં શિક્ષકો ન આવતા વિદ્યાર્થીઓ થયા પરેશાન – પરીક્ષામાં લખ્યા એવા જવાબ કે…

શાળામાં હોબાળાની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના પંચમહાલમાં આવેલા ગોધરાના નદીસર ગામેથી સામે આવી હતી. ગોધરાના નદીસર ગામે શાળામાં હોબાળા થયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ DEOનો ઘેરાવો કર્યો હતો. ગોધરાના નદીસર ગામે શ્રી મહાજન ઇંગ્લીશ સ્કૂલમાં હોબાળો થયો હતો.

આ હોબાળો શિક્ષક ભણાવતા નહીં તે કારણ સર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ DEOનો ઘેરાવો કરી લીધો હતો. કારણ હતું કે, શિક્ષક ભણાવતા નથી, ન ભણવાના આક્ષેપ સાથે રજૂઆત પણ કરી છે. અધિકારીની ગાડીને ગેટથી શાળામાં પરત જવા મજબૂર કર્યા હતાં.

જેમાં શાળામાં શિક્ષક ન આવતા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. શ્રી મહાજન ઇંગ્લીશ સ્કૂલમાં જીગર ચૌધરી નામના શિક્ષક બે મહિનાથી સ્કૂલમાં આવતા નથી જેવું વિદ્યાર્થીઓનું કહેવું છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષક આવતા ન હોવાથી અભ્યાસ બગડી રહ્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા બે મહિનાથી શિક્ષકો આવતા નથી.

શાળાના આચાર્યકે શિક્ષકો ગંભીરતા ન લેતા હોવાથી વિદ્યાર્થીઓ નાપાસ થશે તો શિક્ષકોની જવાબદારી આચાર્યની રહશે. શિક્ષણનો આંતરિક મુદ્દો વિદ્યાર્થીઓના માધ્યમથી જાહેરમાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *