વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. ઉદ્યોગપતિનો પરિવાર ઢસા ગામથી કૂળદેવીના દર્શન કરી વડોદરા પરત ફરી રહ્યો હતો. એ વખતે કસ્બારા ગામ પાસે કારનો ઓવરટેક કરતી વખતે ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં BMW કાર ટ્રક સાથે ભટકાઇ હતી. આ અકસ્માતમાં ઉદ્યોગપતિ પરિવારની નવવધૂનું કરુણ મોત નીપજ્યું હતું. અને પતિ-બહેનને ઇજા પહોચી હતી.
આ નવયુગલના હમણાજ લગ્ન થાય હતા. અને તેઓ કૂળદેવીના દર્શન માટે ઢસા ગામ ગયા હતા. વહુના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાય ગયો છે. મળેલી માહિતી અનુસાર આ પરિવાર વડોદરામાં પાદરા રોડ શિવશક્તિ સોસાયટી આવિષ્કાર કોમ્પ્લેક્સ પાછળ રહેતા ઉર્મિલ નલીનકાંત શાહનો પરિવાર રહે છે. ઉર્મિલભાઈને મકરપુરા જીઆઈડીસીમાં પોતાની કંપની છે.
ઉર્મિલ શાહ અને તેનો પરિવાર કુળદેવીના દર્શન માટે ફોર્ડ એવેન્ડર અને બીએમડબલ્યુ કાર લઈને ઢસા ગામે ગયા હતા. પરિવાર કુળદેવીના દર્શન કરીને વડતાલ પરત ફરી રહ્યો હતો. એ સમયે તારાપુર-વટામણ હાઈવે પર કસ્બારા પાસે શુક્રવારે બીએમડબલ્યુ કાર ઓવરટેક કરતી વખતે ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ કાર ઉત્સવ અમિતભાઈ શાહ ચલાવી રહ્યો હતો. ઉત્સવ આગળ જતી કારનો ઓવરટેક કરવા ગયા અને એ સમયે તેને ઝોકું આવ્યું અને આગળ જઈ રહેલા ટ્રક સાથે કાર અથડાઇ હતી. અકસ્માતમાં ઉત્સવના પત્ની મૃગ્નાને શરીરે અને માથામાં ગંભીર રીતે ઈજા થતા મોત થયું છે.
ઉત્સવ અને મૃગ્નાના લગ્ન હજી 20 દિવસ પહેલા જ થયા હતા. અને તેથી તેઓ કુળદેવીના દર્શન માટે ગયા હતા.હજી તો મૃગ્નાની મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો, અને તેમનુ મોત કરુણ નિપજ્યુ. પરિવારની લાડલી વહુનું મોત થતા આખા પરિવારમાં શોકના વાદળ છવાય ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.