સુરત(surat): ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન અને ઇન્ડિયા હેલ્થ લાઇન દ્વારા તારીખ 01-01-2023ને રવિવારના રોજ નવાવર્ષની શરૂઆતમાં કતારગામ વિસ્તાર માં ગજેરા સ્કૂલના પ્રાંગણમાં ચતુર્થ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ નું સફળ આયોજન કર્યું. કેમ્પમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કુલ 689 દર્દીએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં ગજેરા ટ્રસ્ટના ચુનીભાઈ ગજેરાએ પ્રાંગણમાં કેમ્પ માટેની વ્યવસ્થા કરી આપી હતી. કેમ્પ માં 15 થી વધુ ડૉક્ટર એ સેવા આપી હતી જેમાં ફીઝિશિયન ડૉ. નિરવ ગોંડલિયા અને ડૉ .બાળકૃષ્ણ હિરાણી, હાડકાના સર્જન – ડૉ.કેતન ખેની, પેટ ના સર્જન ડૉ.વિમલ ધડુકએ સેવા આપી હતી.
આ ઉપરાંત, આંખ ના સર્જન ડૉ ગૌતમ બેલડિયા, બાળ રોગ નાં ડૉ. ઉમેશ ભીમાણી અને ડૉ.પૂર્વેશ ઢાકેચા, દાંત ના સર્જન ડૉ.શિવમ બેલાડીયા, ડૉ.સોનલ સોનાણી, ડૉ.નિલય સોનાણી, ડૉ. દૃષ્ટિ કાકડીયા, ચામડી ના ડૉકટર – ડૉ. ચેતન કાકડીયા અને ડૉ. ગૌરાંગ ગોયાણી, સ્ત્રી રોગ નિષ્ણાત ડો. નરેશ પાવશિયા ડૉકટર એ સેવા આપી હતી.
દેશની સંસ્કૃતિ પરંપરા પ્રમાણે થતી કપાસી, મહ અને પથરી માટે બાબુ ભાઈ લખયાની અને રમેશ ભાઈ સુપ્રીમ અને તેમની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ સાથે મારુતિ એજ્યુકેશન હબ અને મલ્ટીમિડીયાનાં યુવાઓએ કેમ્પના સફળ આયોજન માટે સેવા આપી હતી.
આ કેમ્પમાં શહેરનાં બિઝનેસમેન, સામજીક સંસ્થાના આગેવાનો અને ગજેરા ટ્રસ્ટના વસંતભાઈ ગજેરા અને ગિરધર ભાઈ ગજેરા ના ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.