23 વર્ષના યુવક તરીકે જો તમે કોઈને જુઓ તો કઈ રીતે જુઓ…તેની હાઈટ સારી હોય, દાઢી મૂંછ હોઈ શકે..વગેરે વગેરે. પરંતુ જો કોઈ બાળક જેવો દેખાતો વ્યક્તિ તમને આવીને કહે કે હું તો 23 વર્ષનો યુવક છું તો તમે શું કહો. આવું જ કઈંક ફિલિપાઈન્સમાં શિક્ષક તરીકે કામ કરતા યુવકનું છે. ફ્રાન્સિસ માંગાનો ચહેરો, વાળ, હાથની લંબાઈ અને અવાજ બાળકો જેવા છે. જો કે તેનું કદ આમ જુઓ તો પાંચ ફૂટ જેટલું છે.
ફિલિપાઈન્સના બુલાકાતન પ્રાંતના મોન્ટે સિટીના સેન જોન્સ ડેલ શાળાના કિન્ડરગાર્ટન સેક્શનના હેડ ફ્રાન્સિસ ફિલિપીન્સને જે પણ જુએ તે માની જ ન શકે કે તે એક 23 વર્ષનો યુવક છે. આટલી ઉંમર થવા છતાં પણ ફ્રાન્સિસને ચહેરા પર દાઢી મૂછ આવ્યાં નથી. તે ક્યારેય ડોક્ટર પાસે પણ ગયો નથી. તે કહે છે કે તમને તે માટે જરૂરી લાગતું નથી. અભ્યાસ દરમિયાન પણ ક્યારેય ફ્રાન્સિસની આ નબળાઈની કોઈએ મજાક ઉડાવી નથી. તે માને છે કે તેનામાં તમામ પ્રકારના હોર્મોનલ ફેરફાર થયા નથી. આથી હજુ તે તેની ઉંમરના અન્ય લોકોની જેમ યુવા દેખાતો નથી.
ફ્રાન્સિસ કહે છે કે ભલે મારું શરીર મારી નબળાઈ છે પરંતુ તેને ક્યારેય મે મારી મજબુરી માન્યું નથી. પરંતુ એક સારા ટીચર તરીકે મે બાળકોને એ પ્રકારનું શિક્ષણ આપવાની કોશિશ કરી છે કે તેઓ મને ટીચર નહીં પરંતુ એક મોટો ભાઈ સમજે. મારા ચહેરાને જોઈને મોટાભાગે લોકો મને શિક્ષક સમજી શકતા નથી. આથી લોકો કન્ફ્યુઝનમાં રહે છે જેના કારણે હું હંમેશા થોડા મોટા અને ખુલતા કપડાં પહેરું છું. ચશ્મા પહેરું છું અને લેધરના જૂતા પહેરું છું. હું સમજુ છું કે એક ટીચર હોવાના કારણે તમારા બાળકોના રોલ મોડલ હોવું જોઈએ. ચહેરો ગમે તેવો હોય કોઈ ફરક પડતો નથી.
ફ્રાન્સિસ જણાવે છે કે જ્યારે પણ હું વિદ્યાર્થીઓને ક્લાસમાં ભણાવું છું ત્યારે ગંભીર હોવું છું. જેથી કરીને તેઓ મને ગંભીરતાથી લે અને શિક્ષક-વિદ્યાર્થીના સંબંધને સમજી શકે. બાળપણમાં મારા ક્લાસમેટ્સે ક્યારેય મને ચહેરા કે અવાજના કારણે હેરાન કર્યા નથી. જો કે ત્યારેય કેટલાક લોકો હતાં જે મારી મજાક ઉડાવતા હતાં. અત્યારે પણ એવા લોકો છે જે મને લિટલ બોય કહીને ચીડવે છે. આવા લોકો પર હું ધ્યાન આપતો નથી. તેઓ મારી મજાક કરીને મારી હિંમત તોડવાનું કામ કરે છે. પરંતુ અસલમાં તેઓ મારી જ મદદ કરે છે જેથી હું ડર્યા અને ગભરાયા વગર તેમનો સામનો કરું અને મારી અલગ ઓળખાણ બનાવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.