ભાગ્યશાળી ‘Virat Kohli’ – શ્રીલંકા સામે સેન્ચુરી ફટકારી કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ

Indian team’s star batsman Virat Kohli: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મંગળવારે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 73મી સદી ફટકારી હતી જ્યારે તેની ODI કારકિર્દીની 45મી સદી હતી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને 80 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.

આ સદી સાથે Virat Kohli એ મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલી હવે શ્રીલંકા સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. શ્રીલંકા સામે કોહલીની આ 9મી સદી છે. તેણે સચિન તેંડુલકર (8 સદી)ને પાછળ છોડી દીધી, જેણે અગાઉ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

શ્રીલંકા વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ સદીઓ ધરાવનાર બેટ્સમેન
48 વનડેમાં 9 સદી – વિરાટ કોહલી (ભારત), 84 વનડેમાં 8 સદી – સચિન તેંડુલકર (ભારત), 89 વનડેમાં 7 સદી – સનથ જયસૂર્યા (શ્રીલંકા), 37 વનડેમાં 6 સદી – ગૌતમ ગંભીર (ભારત), 46 વનડેમાં 6 સદી – રોહિત શર્મા (ભારત), 76 વનડેમાં 6 સદી – કુમાર સંગાકારા

સચિનના રેકોર્ડની બરાબરી
આ સિવાય Virat Kohli એ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. કોહલીએ હોમ ટાઉન પર તેની 20મી ODI સદી ફટકારી હતી. તેણે 164 મેચમાં 20 ODI સદી ફટકારનાર સચિન તેંડુલકરની બરાબરી કરી. વિરાટ કોહલી અહીં મેચોના મામલે તેંડુલકર કરતા ઘણો આગળ છે. તેણે 102મી મેચમાં પોતાની 20 ODI સદી પૂરી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *