ભાવનગરની પાટીદાર દીકરીએ અંતિમ નોટ લખીને આપો દીધો જીવ- સુસાઇડ નોટ માં લખ્યું ‘મને માફ કરજો પપ્પા…’

આપઘાતના કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. કોઈવાર જીવથી હાર માનીને તો કોઈ વાર જીવનથી કંટાળીને અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. હાલ એક એવો જ કિસ્સો ભાવનગરમાં આવેલા ગારીયાધાર તાલુકા માંથી સામે આવ્યો છે. અહી એક યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ યુવાનના બ્લેકમેલથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મૃત્યુ પામેલી યુવતીનું નામ રવિના દામજીભાઈ કાનાણી છે તેની ઉંમર 27 વર્ષ છે. રવિનાના પિતાનું નામ દામજીભાઈ કાનાણી છે. તેઓ ગારીયાધાર તાલુકાના ઠાસા ગામમાં ખેતી કામ કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી છે. રવિનાએ રાત્રિના સમયે એક સુસાઇડ નોટ લખીને એક રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટુકાવ્યું હતું.

સુસાઇડ નોટમાં લખેલું હતું કે, મેં સુસાઇડ મારા પરિવારના લોકોના દબાણથી નથી કરતી. મને સચિન વોરા ખૂબ જ હેરાન કરી રહ્યો છે અને તેથી હું સુસાઇડ કરું છું. સચિન મને મારા પરિવારને બ્લેકમેલ કરી રહ્યો છે. પહેલા અમારી વચ્ચે જે કાંઈ હતું એમાં મેં ના પાડી દીધી હતી. મેં એને કઈ દીધું હતું કે આપડા વચ્ચે હવે બધું પૂરું.

ત્યારે તે મને ફોટાથી બ્લેકમેલ કરતો હતો અને ખુબ જ ગંદા મેસેજ કરતો હતો. મને ધમકીઓ પણ આપતો હતો. મને ખરાબ બોલતો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટના વિષે મારા પરિવારને જાણ થઇ અને બે મહિનાથી બધાને તેને સમજાવે છે. સચિનના પરિવારના લોકો પણ માનતા નથી અને મને બ્લેકમેલ કરે છે. સચિન રોજ મને મેસેજ કરીને અમારા બંનેના ફોટાથી બ્લેકમેલ કરે છે.

સચિને અમારા બંનેના ફોટા મારા ભાઈના ફોનમાં પણ મોકલ્યા હતા. મારા આપઘાત પછીનું કારણ સચિન વોરા છે આ બધું તે જ કરી રહ્યો છે. મારા સુસાઇડ પાછળ મારા પરિવારનો કોઈ પણ હાથકે વાક નથી. સચિને મારી સાથે ખુબજ ખરાબ વર્તન કર્યું હતું અને તેથીજ હું આ પગલું ભરી રહી છું.

એક વાર સચિનના પપ્પા અને કેશુભાઈએ મને પૂછ્યું હતું કે, ‘તારે સચિન સાથે લગ્ન કરવાની ઈચ્છા છે?’ અને ત્યારે મેં ના કહી દીધી હતી કે ના મારે સચિન સાથે લગ્ન નથી કરવા. ત્યાર બાદ મારા પપ્પાએ ઘણી વાર બધાને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર ન હતા.

રવિનાએ વધુમાં લખ્યું કે, સચિના પેન ડ્રાઈવ, લેપટોપ અને ફોનમાં મારા વિડીયો અને ફોટા છે. તે મને આ વિડીયો અને ફોટા બધાને મોકલીને બ્લેકમેલ કરે છે. મારા વિડીયો અને ફોટા બીજા શેમાં છે એ મને નથી ખબર પણ આ બધું મારા માર્યા પછી મિટાવી દેજો એટલે મારા લીધે મારા પરિવારના લોકોને વધુ કઈ તકલીફ ન પડે.

પપ્પા મને માફ કરજો સોરી, આ પગલું ભરતા પહેલા મેં તમને પૂછ્યું નથી પણ હવે હું આ બ્લેકમેલથી કોઈને મોઢું નથી બતાવી શકતી. લી રવિના રામજીભાઈ કાનાણી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને સુસાઇડ નોટના આધારે પોલીસે સચિન વોરાની ધરપકડ કરી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *