ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi) જિલ્લામાં ભાજપ(BJP)ના એક નેતા પર સપા નેતાની પુત્રીને ભગાડીને લઇ જવાનો આરોપ લાગ્યો છે. આ મામલામાં સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને બંનેની શોધખોળ શરૂ કરી છે. હકીકતમાં ભાજપના શહેર મહાસચિવ આશિષ શુક્લા(Ashish Shukla) પર 26 વર્ષની યુવતીને ભગાડીને લઇ જવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે 47 વર્ષીય બીજેપી શહેર મહાસચિવ લગ્નની લાલચ આપીને સમાજવાદી પાર્ટીના નેતાની 26 વર્ષની પુત્રીને પોતાની સાથે લઈ ગયો હતો.
આ કૃત્યથી પક્ષની બદનામી થતાં ભાજપના જિલ્લા પ્રમુખે પરિણીત અને બે બાળકોના પિતા એવા ભાજપના નેતાની હકાલપટ્ટી કરી હતી. આ આખો મામલો હરદોઈ શહેરના કોતવાલી વિસ્તારનો છે. અહીં ભાજપના 47 વર્ષીય શહેર મહાસચિવ આશિષ શુક્લા પર સમાજવાદી પાર્ટીના એક નેતાની 26 વર્ષની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ છે. સમાજવાદી પાર્ટીના નેતાએ પોલીસને કરેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 13 જાન્યુઆરીના રોજ આશિષ શુક્લા ઉર્ફે રાજુ શુક્લા તેની પુત્રીને લગ્નના બહાને ભગાડી ગયો હતો.
આશિષ શુક્લા પરિણીત અને બે બાળકોના પિતા:
વિસ્તારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલતો હતો. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતાની પુત્રીના લગ્ન પણ નક્કી થયા હતા. દરમિયાન બંને નાસી ગયા હતા. જણાવી દઈએ કે બીજેપી નેતા આશિષ શુક્લા પરિણીત છે અને તેમને 21 વર્ષનો પુત્ર અને સાત વર્ષની પુત્રી છે. દરમિયાન, સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.
ઘટના અંગે ભાજપ જિલ્લા પ્રમુખે શું કહ્યું?
ભાજપના જિલ્લા પ્રમુખ સૌરભ મિશ્રાએ જણાવ્યું હતું કે જેમના પર આરોપો લગાવવામાં આવ્યા છે તેઓ અમારી પાર્ટીના કાર્યકર્તા હતા, તેઓ આરોપી છે, પરંતુ જે બાજુથી આક્ષેપો થઈ રહ્યા છે તે બાજુથી અમારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના ચરિત્ર અને ચહેરો ના સ્પષ્ટ છે. જે કોઈ ખોટું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે અને સજા મળશે.
તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અસામાજિક વર્તણૂક કરનાર કોઈપણ વ્યક્તિ સાથે ઉભી નથી. અમે ચોક્કસપણે તે વ્યક્તિ સાથે ઉભા નથી અને કાયદો તેની પોતાની રીતે ચાલશે. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આરોપીઓ પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા, અનુશાસનહીન હતા અને પક્ષ વિરોધી વર્તન ધરાવતા હતા, આ કારણોસર તેઓને પક્ષ દ્વારા તેમની પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.