સરકારે લીધો આ મોટો નિર્ણય- ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓને પડતી આ મોટી મુશ્કેલીનો આવશે અંત

ગુજરાત(Gujarat): આગામી વર્ષથી ગુજરાતી ભાષા(Gujarati language)માં પણ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ(Medical studies) કરી શકશે. જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસક્રમ અંગ્રેજી ઉપરાંત ગુજરાતમાં ખાનગી મેડિકલ ટેકનિકલ સહિતનો તમામ અભ્યાસ ક્રમ પણ ગુજરાતી ભાષામાં જ હશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ભાષા અવરોધ ન બને અને ગુજરાતી ભાષાને પ્રાધાન્ય મળે તે ઉદેશ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરી શકાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી વર્ષથી ગુજરાતી ભાષામાં પણ અભ્યાસ કરી શકશે. માત્ર મેડિકલ જ નહીં, અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમ માટે અભ્યાસ સામગ્રીની ડિઝાઇન તૈયાર કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી છે.

ગત વર્ષે જ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ મેડિકલનો અભ્યાસ કરી શકશે અને હવે તેની અમલવારી આગામી વર્ષથી થશે. ભાષાને કારણે જ મેડિકલ સહિતના વંચિત રહી જતા અભ્યાસમાં ભાષાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે ભાષા ન નડે તે માટે નવી શિક્ષણ નિતીના ભાગરૂપે મેડિકલ ઉપરાંત ટેકનીકલ સહિત અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમોને માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અભ્યાસક્રમો માટે અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી છે . આ હેઠળ વિવિધ યુનિવર્સીટીના નિષ્ણાતોને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપી દેવામાં આવી છે.

એનઈપી- 2020માં દર્શાવેલા ધ્યેય મુજબ કાર્ય કરવા શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત એનઇપી સેલ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતીઓની રચના કરી કામગીરી સોંપવામાં આવી છે. રાજ્યની 45 યુનિવર્સીટીઓને નેશનલ એકેડેમિક ડિપોઝિટરી પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની નોંધણીની જે કઈ પણ પ્રક્રિયા હોય છે તેને પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડીજી લોકર રાજ્યની યુનિવર્સીટીએ છાત્રોની માર્કશીટ અપલોડ કરી છે. વિવિધ કમ્પ્યુરાઇઝ્ડ યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસક્રમમાં વિવિધ ગુજરાતમાં તે વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવ્યા છે. આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ધારાધોરણો મુજબ અ ગુણાંકમાં ય સમાવેશ કરવામાં આવશે. આમ ગુજરાતના વિધાર્થીઓ માટે સૌથી મોટી બાબત કહી શકાય. રાજ્યમાં ગુજરાતીમાં આ અભ્યાસક્રમ શરૂ થયો તો સ્થાનિક લોકલ સ્ટુડન્ટને ખુબ જ મોટો ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *