કરણી સેના(Karni Sena)ના નેતા સુરજીત સિંહ રાઠોડ(Surjit Singh Rathore)ની મુંબઈ પોલીસે(Mumbai Police) ધરપકડ કરી છે. એક મોડલની છેડતી અને હેરાન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. મૉડેલે સુરજીત સિંહ રાઠોડ વિરુદ્ધ મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી અને તેમના પર ગંભીર આરોપ લગાવ્યા. સુરજિત વિરુદ્ધ IPC કલમ 354 (A) (D), 500,509,501,67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. સુરજીત સિંહ રાઠોડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput) કેસમાં પણ ખૂબ ચર્ચામાં હતો.
સુરજીતે દાવો કર્યો હતો કે, 15 જૂન, 2020ના રોજ તે રિયા ચક્રવર્તીને કૂપર હોસ્પિટલના શબઘરમાં લઈ ગયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ સુશાંતના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના રૂમમાં લટકતો જોવા મળ્યો હતો. જ્યારે ચર્ચા ચાલી રહી હતી કે સુશાંતનું મૃત્યુ આપઘાત છે કે હત્યા છે, ત્યારે સુરજીત સિંહે ઘણા મીડિયા આઉટલેટ્સને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે, રિયાએ હોસ્પિટલના શબઘરમાં સુશાંત સિંહ રાજપૂતની છાતી પર હાથ મૂકીને સોરી બાબુ કહ્યું હતું અને રડવા લાગી હતી.
અખિલ ભારતીય રાજપૂત કરણી સેનાના સભ્ય સુરજીત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સુશાંતના પિતરાઈ ભાઈ અને ધારાસભ્ય નીરજ સિંહ બબલુ તેમની નજીક છે. તેણે સુશાંત સિંહના મિત્ર અને નિર્માતા સંદીપ સિંહ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. સુરજીતે કહ્યું હતું કે, ‘સંદીપ સિંહ આ કેસનો માસ્ટરમાઈન્ડ છે. મેં તેને કહ્યું કે નીરજને આવવા દો.આના પર તેણે મને પૂછ્યું કે નહીં. હું સુશાંતનો મિત્ર છું. મારી સાથે અસંસ્કારી રીતે વાત કરી. તે એમ્બ્યુલન્સમાં સુશાંતના મૃતદેહને લઈને હોસ્પિટલ ગયો હતો અને દરેકને દિશા-નિર્દેશ આપી રહ્યો હતો. તેની પૂછપરછ થવી જોઈએ.આ કેસમાં મુંબઈ પોલીસ અને સીબીઆઈ દ્વારા સંદીપ સિંહની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આજે સુશાંત સિંહ રાજપૂતની 36મો જન્મદિવસ છે. ફેન્સ તેમના ફેવરિટ સુપરસ્ટારને ભૂલી શક્યા નથી. આજે લોકો અભિનેતાને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ પોતાના મુંબઈના ફ્લેટમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.