કતારગામમાં આદમનીવાડી ખાતે રહેતા કાપડ દલાલને થોડા દિવસ પહેલા બોમ્બે માર્કેટમાં એક મહિલા મળી હતી. તે મહિલાએ પોતાનો નંબર આપી તેનો નંબર લીધો હતો.ત્યારે બુધવારે મહિલાએ કાપડ દલાલને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. તે મહિલાને મળવા માટે બુટભવાની સોસાયટી પાસે ગયો હતો. ત્યાં તે મહિલાએ કહ્યું કે, શરીર સંબંધ બાંધવો હોય તો 800 રૂપિયા આપવા પડશે.
આમ વાતોમાં આવી ને કાપડ દલાલ મહિલા ને હા કહેતા તે મહિલા અને કપાડ દલાલ અંદરના રૂમમાં જઇ નગ્ન થયો તે જ સમયે રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો હતો. મહિલાએ દરવાજો ખોલતા ચાર જણાએ રૂમમાં ધસી આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.તેમ લોકો પાસે દંડો અને હાથકડી હતી.
પોલીસની ઓળખ આપનાર ચાર જણાએ કાપડ દલાલને માર મારીને 3 લાખ રૂપિયા માંગ્યા હતા.વેપારી રૂપિયા નહીં આપે તો દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તે સમયે કાપડ દલાલ પાસે હતા તે 18 હજાર રૂપિયા લઈ લીધા હતા અને બીજા 20 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. જે વાત ને લઈ રૂપિયા લેવા તેને વરાછા પોલીસ સ્ટેશન પાસે બોલાવ્યો હતો.
કાપડ દલાલ એક આરોપી સાથે વરાછા પોલીસ સ્ટેશન પાસે ગયો હતો. ત્યાં વરાછા પોલીસે એકને પકડી લીધો હતો. તેનું નામ નિકુલ પુરુષોત્તમ સોલંકી હતું.વેપારીએ પુણા પોલીસ સ્ટેશનમાં સાગરિતોમાં અમીત મશરૂ, શિવરાજસિંહ, અલ્પેશ પટેલ અને દિવ્યા સામે પોલીસ ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે એક એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.