ચારધામ જનારા શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટા સમાચાર- આ તારીખથી ખુલી જશે બદ્રીનાથ ધામના દ્વાર

વસંત પંચમીના પવિત્ર દિવસે ચાર ધામની યાત્રા કરવા વાળા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર બહાર આવ્યા છે, બદ્રીનાથ ધામના દ્વાર ખુલવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ભગવાન બદ્રીનાથ જ્યાં વિષ્ણુ ભગવાનનું ધામ કેહવાય છે તેના દ્વાર ખુલવાની તારીખ અને સમય નક્કી કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે એપ્રિલે મહિનાની 27 તારીખ સવારે 7.10 વાગ્યે ભગવાન બદ્રીનાથના દ્વાર ખુલી જશે.

શ્રીબદ્રીનાથ અને કેદારનાથ મંદિરના સમિતિ દ્વારા આ વાતની જાણકારી વસંત પંચમીના દિવસે કરવામાં આવી છે. સમિતિની તરફથી ટ્વીટ કરી જણાવવામાં આવ્યું, “ભગવાન બદરી વિશાલના દ્વાર આ વર્ષે 27 એપ્રિલે સવારે 7:10 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.

સમિતિએ આપી જાણકારી
આજરોજ સમિતિ દ્વારા જ્યારે સમયની જાહેરાત કરવામાં આવી, તો તે સમયે રાજપરિવારના સદસ્યો અને શ્રીબદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર પણ ઉપસ્થિત રહ્યા.

સમિતિ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વસંત પંચમીનો અવસર આ વખતે ભગવાન બદ્રી વિશાલના દ્વાર  ખોલવાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. સમિતિની તરફથી જણાવવામાં આવ્યું કે આ વર્ષે 27 એપ્રિલે સવારે 7:10 વાગ્યે ગુરૂ પુષ્ય યોગમાં દ્વાર તીર્થ યાત્રીઓ માટે ખોલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *