રાજસ્થાનમાં આવેલા કોટા શહેરના થિયેટરમાં ચાલી રહેલી ફિલ્મ ‘Pathaan’ 10 મિનિટ થી વધારે પણ ન ચાલી શકી, અને ફિલ્મની શરુઆત માં જ લોકોએ હોબાળો મચાવી સિનેમા હોલની કેન્ટીનમાંથી બધો સમાન લઇને ભાગી ગયા. ત્યાં કામ કરતા લોકો પણ મારથી બચવા માટે સિનેમા છોડી ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના નટરાજ સિનેમાની છે, જે સ્ટેશન રોડ પર આવેલી છે.
નટરાજ સિનેમામાં રાતે 9 વાગ્યે ફિલ્મ ‘Pathaan’ ચાલી રહી હતી, આ શો હાઉસફુલ હોવા છતાં ત્યાં કામ કરતા લોકોએ વધારે ટિકિટો આપી દીધી હતી. અંદર જગ્યા ન મળતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો. જ્યારે લોકો ફિલ્મ જોવા પહોંચ્યા ત્યારે તેમને બેસવા માટે સીટ ન મળી, અને ફિલ્મ શરૂ થઈ ગયી. શરુ ફિલ્મે 10 મિનિટ સુધી લોકો બેસવા માટે સીટ શોધતા રહ્યા. સીટ ન મળતા હોબાળો ચાલુ થઈ ગયો. ફિલ્મ જોવા આવેલા ચાહકોની આતુરતાનો અંત આવતા હોબાળો એટલો વધી ગયો કે, માત્ર 10 મિનિટમાં જ શો બંધ કરી દેવો પડ્યો.
સીટ ન મળતા લોકોએ થિયેટરમાં જ હોબાળો ચાલુ કરી દીધો. હોબાળો ચાલુ થતા ત્યાં કામ કરતા લોકો અને થિયેટરનો સ્ટાફ એ તે જગ્યાથી ભાગી ગયા અને ત્યારપછી લોકોએ પોલીસને પણ જાણ કરી. પોલીસ અધિકારીની સામે જ ત્યાં ના લોકોએ કેન્ટીનમાંથી બધો સામાન લેવા લાગ્યા. પોલીસ આ દરેકને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ કઈ મેળ ન પડતા, જ્યારે પૈસા પાછા આપવાની વાત નક્કી થઈ ત્યારે મામલો થાળે પડ્યો.
જાણવા મળ્યું છે કે, જે થીયેટરમાં હોબાળો થયો ત્યાં બેસવાની જગ્યા ફક્ત 700 સીટની જ હતી, પરંતુ દિવસના છેલ્લા શો માં સ્ટાફે 1500થી વધારે ટિકિટ વેચી દીધી હતી. આટલું નહિ ઓનલાઇન બુકિંગની સાથે ઓફલાઇન પણ ટિકિટો વેચવા લાગ્યા હતા. પછી તો શું થવાનું છે… 700 સીટના થીયેટરમાં 1500થી વધુ લોકો ભેગા થઇ ગયા ને, જગ્યા મળતા ત્યાં જ હોબાળો મચાવી દીધો.
સિનેમા હોલ તરફથી જણાવ્યું કે, બેદરકારીને કારણે આ ઘટના બની, પણ થોડા જ સમયમાં આખો મામલો ટાઢો પડી ગયો. જોકે ઘણા લોકોએ ઓનલાઇન ટિકિટ પણ બૂક કરાવી હતી. થોડા સમય પહેલાં જ સિનેમા હોલ શરૂ કરવામાં આવ્યો હતો. એવામાં સ્ટાફ નવો છે, તો તેમણે ઓફલાઇન પણ ટિકિટ આપી દીધી. એવામાં એક સીટના બે-બે હકદાર બની ગયા, જેના લીધે લોકોએ હોબાળો માંચ્વ્યો હતો. પછી અમે તરત જ પોલીસને ફોન કરી દીધો હતો. લોકોને પૈસા પણ પાછા આપવામાં આવ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.