ખેતરમાં પાક જોવા ગયેલ ખેડૂતને વીજ કરંટ લાગતા કરુણ મોત, ગુમાવી 2 બાળકોએ પિતાની છત્રછાયા – ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): માતા-પિતાનો એકનો એક પુત્ર અને 2 બાળકોના પિતાનું કરુણ મોત થતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો મહેસાણા(Mehsana) તાલુકાના લાંઘણજ(Langhanaj) ગામે યુવાન પોતાના ખેતરમાં રાત્રે પાણી વાળેલ હોય તે જોવા માટે સોમવારના રોજ સાંજે પોતાના ખેતરમાં આવ્યો હતો. આ દરમિયાન કાળો વાયર વાઇફાઈ અથવા ચેનલનો વાયર લગાવેલ હતો, પરંતુ જેનો ટુકડો યુવાનના ખેતરમાં પડેલ હતો અને આ કાળો વાયર જે વીજ થાંભલાને અડેલો હોય જેને અડકતા વીજ થાંભલાનો 11 હજાર વોલ્ટનો કરંટ લાગતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મહેસાણા તાલુકાના લાઘણજ ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા 42 વર્ષીય વિક્રમ ભાઈ મફતલાલ પટેલ જેઓ ગઈ કાલે સાંજે આંબલિયાસન રોડ પર શ્રીનાથ ફેકટરી નજીક આવેલા ખેતરમાં પાક જોવા માટે ગયા હતા અને આ દરમિયાન ઘરે પરત ફરતી વખતે ખેતરમાં પડેલ વાયરને બાજુમાં ખસેડતાં તેમના હાથે કરંટ લાગ્યો હતો. 11 હજાર વોલ્ટનો કરંટ લાગવાને કારણે તેઓના શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું.

સમગ્ર ઘટનાને લઈને નજીકમાં રહેલા અન્ય એક ખેડૂતને ઘટનાની જાણ થતા ખેતરે આવી પહોચ્યા હતા. તેમ જ સમગ્ર મામલે મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેણે હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું હતું. સમગ્ર કેસમાં લાઘણજ પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લાંઘણજ પોલીસ દ્વારા FSLની મદદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અશોકભાઈ પટેલ લાંઘણજ ગ્રામ પંચાયત સભ્યના જણાવ્યા અનુસાર, સોમવાર સાંજે ખેતરમાં વિક્રમભાઈ પટેલ કામ અર્થ ગયેલ હોય કાળો વાયર વાઇફાઈ અથવા ચેનલનો લગાવેલ હોય તેને અડકતા વીજ થાંભલાનો 11,000 વોલ્ટનો કરંટ લાગવાને કારણે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *