બજેટ 2023 માં દેશના કરોડો લોકોને મળી મોટી રાહત- હવે આટલા લાખની કમાણી સુધી નહિ ભરવો પડે ટેક્સ

Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં 8 વર્ષ પછી આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવતા કહ્યું કે, નવી ટેક્સ સિસ્ટમ(New tax system) હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહી. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરી દેવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણની આ મોટી જાહેરાત સાથે જ આખું ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. નાણામંત્રી સીતારમણએ કહ્યું કે, મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્વની બાબત છે.

એટલું જ નહીં, નિર્મલા સીતારમણે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી. મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. નિર્મલા સીતારમણે કહ્યું કે, અમૃતકાળનું આ પહેલું બજેટ છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની છે. વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

ઈલેક્ટ્રિક વ્હીકલ, મોબાઈલ ફોન, કેમેરા અને બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ સસ્તી થશે. રાજ્ય સરકારોને અપાતી 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. પ્રાદેશિક અને અંગ્રેજી ભાષાની પુસ્તકો ઉપલબ્ધ કરાશે. બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે. અનુસુચિત જનજાતિ માટે 15 હજાર કરોડની જોગવાઇ.

નાણાકીય સાક્ષરતા વધારવા પર ભાર મુકાશે. એગ્રિકલ્ચર એક્સલરેશન ફંડનું ગઠન થશે. ICMR લેબ્સની શાખા દેશભરમાં ખોલાશે. 5300 કરોડ કર્ણાટકના અપ્પા ભદ્રા પ્રોજેક્ટ માટે. STના વિકાસ માટે 15000 કરોડની ફાળવણી 3 વર્ષમાં કરવામાં આવશે. ડિજિટલ લેવડ દેવડમાં ભારતે રેકોર્ડ સર્જ્યો. ભારતે તમામ પડકારોનો સામનો કર્યો. 1.26 લાખ કરોડની લેવડ દેવડ UPIથી થઇ. 220 કરોડ લોકોને કોવિડની રસી આપી. 11.4 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધી નાણાં આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *