નજીવી વાતે સુરતના પટેલ યુવકે ગળાફાંસો ખાઈ જીવ આપી દીધો- મરતા પહેલા યુટ્યુબમાં સર્ચ કર્યું ‘આપઘાત કેવી રીતે…’

Suart, Gujarat: સુરતમાં અવાર નવાર આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણી વખત પ્રેમ સંબંધ તો ઘણી વખત માનસિક તણાવને કારણે લોકો હિંમતહારી ન કરવાનું કરી બેસે છે. એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં માતા પાસેથી પૈસા ન મળતા યુવકે આપઘાત કરી જીવ આપી દીધો હતો. યુવકે તેની માતા પાસે રૂપિયા માંગ્યા હતા, અને માતાએ કહ્યું કે, તું’ મોટો થઇ ગયો છે, તો કઈ કામ ધંધો કર’. તેવું કહીને માતાએ પેસા ન આપ્યા.

આમ આવી નાની એવી વાતમાં 18 વર્ષના હાર્દિક વિજયભાઈ ઝડફિયાએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી દીધું. યુવકે યુટ્યુબમા સરળ રીતે આપઘાત કરવાનો વીડિઓ પણ સર્ચ કર્યો હતો, અને મૂસેવાલાના ગીત સાથે ‘સોરી મમ્મી’નો મેસેજ કરીને અંતિમ પગલું ભર્યું.

ભાવનગરના ગારીયાધારના ટીંબાનો વતની હતો, હાલ સુરતના ખટોદરામાં તે પોતાના ભાઈ અને મમ્મી સાથે રહતો હતો, અને તેના પિતા તેઓથી અલગ રહે છે. તેની માતા કાપડના ગોડાઉનમાં અને તેનો મોટોભાઈ હીરાના કારખાનામાં કામ કરી ઘર ચલવતા હતા. જયારે હાર્દિક કોઈ કામ કરતો ના હતો. સોમવારે સાંજે હાર્દિકે આપઘાત કર્યો હતો.

હાર્દિક આપઘાત કરતા પહેલા પોતાના સોસિયલ મીડિયા એકાઉન્ટ પર સીધું મુસેવાલાના સોંગ પર’ મેનુ માફ કરી માં મેં ઈસ જનમ તેરા હો ના પાયા…’ આ ગીતની મદદ થી તેને પોતાની મમ્મીને ‘સોરી મમ્મી’ લખેલી સ્ટોરી મૂકી હતી. જાણવા મળ્યું છે કે, હાર્દિકે આપઘાત પહેલા યુટ્યુબમાં સરળ આપઘાત કેવી રીત કરવો તેવો વીડિઓ સર્ચ કર્યું હતું.

સવારે હાર્દિકે માતા પાસે વાપરવાના પૈસા માંગ્યા હતા, ત્યારે માતાએ કહ્યું, ‘તું હવે મોટો થઈ ગયો અને હવે કમાવા લાગ’. તેમજ તેના મોટા પપ્પા સાથે ખરાબ વર્તન કરવાથી તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. જેથી માતાના ઠપકાના કારણે આપઘાતનું પગલું ભયું હોય તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *