Ahmedabad, Gujarat: પાગલ પ્રેમીએ એક તરફી પ્રેમમાં પરણિત યુવતીના ઘરે ઘૂસીને હત્યાનો પ્રયાસ કર્યો. યુવતીએ કોલેજ સમયમાં પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારાતા પાગલ પ્રેમીએ દોઢ વર્ષ બાદ લીધો ખૂની બદલો. હાલ તો ચાંદખેડા પોલીસે પાગલ પ્રેમીની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ પાગલ પ્રેમીનું નામ સર્વેશ રાવલ છે. પોતાની મિત્રએ પ્રેમનો સ્વીકાર ન કરતા દોઢ વર્ષે લીધો બદલો. આ ઘટના ચાંદખેડા વિસ્તાર માંથી સામે આવી છે. એક પરણિત યુવતી ઘરે હતી અને ત્યારે કોલેજનો એક મિત્ર સર્વેશ યુવતીને મળવા માટે ઘરે આવ્યો હતો. જયારે સર્વેશ ઘરે આવ્યો ત્યારે તેનો પતી પણ ઘરે હાજર હતો.
બંને વાતચીત કરતા હતા. ત્યારે યુવતીનો પતિ ચા બનવા માટે દૂધ લેવા બહાર ગયો અને આરોપી સર્વેશ એ યુવતીને એકલી જોઇને ફાયદો ઉઠાવ્યો. કોલેજ સમય નો પ્રેમ ન સ્વીકારતા છરી વડે હુમલો કરીને બદલો લીધો. જયારે યુવતીનો પતિ ઘરે આવ્યો ત્યારે પરણિતા લોહીલુહાણ હાલતમાં પડી હતી અને આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.
ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, યુવતી પહેલા બેડરૂમમાં લઈ જઈને સર્વેશ એ પગના ભાગે છરી મારી અને ત્યાર બાદ યુવતીને એકલી જોઇને પહેલા વાળ પકડીને ગળાના ભાગે છરી થી હુમલો કર્યો. યુવતી સર્વેશને રોકવાનો પ્રયાસ કરતા પીઠના ભાગે બે છરીના ધા ઝીકી લોહીલુહાણ કરી હતી. ત્યાર બાદ યુવતી બુમા-બુમ કરતી હતી અને તેથી આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.
યુવતી ઓની કોલેજમાં 2019 માં સર્વેશ સાથે અભ્યાસ કરતી હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી પરંતુ આરોપી સર્વેશને એક તરફી પ્રેમ થઈ ગયો હતો અને યુવતીએ પ્રેમનો અસ્વીકાર કરીને અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. અને ત્યારે સર્વેશને બદલો લેવા માટે નક્કી કર્યું હતું. હાલ ચાંદખેડા પોલીસે એક તરફી પ્રેમીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.