દિલ્હી(Delhi)ને અડીને આવેલા હરિયાણા(Haryana)ના ગુરુગ્રામ(Gurugram) કાંઝાવાલા હિટ એન્ડ રન(Kanzhawala hit and run case)ની ઘટના સામે આવી છે. શહેરના ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર એક કાર ચાલકે બાઇકને ચાર કિલોમીટર સુધી ઢસડી હતી. ચાર કિલોમીટર સુધી બાઇક કારની નીચે ફસાઈ ગયું હતું. પોલીસે જણાવતા કહ્યું હતું કે, બાઇક સવાર માંડ માંડ બચ્યો હતો. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડીયો(Video)માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કાર દ્વારા ખેંચાઈ રહેલી બાઇકમાંથી આગના તણખા નીકળી રહ્યા છે પરંતુ કાર ઉભું રહેવાનું નામ નથી લઇ રહી.
ये हैरान करनी वाली तस्वीरें….गुरुग्राम की है….देखिए कैसे कार ने बाइक को 4 किलोमीटर तक घसीटा…..सड़कों पर उठती रही चिंगारियां वो दौड़ाता रहा कार…तस्वीरें…..सेक्टर 62 में बाइक सवार दो युवकों को मारी टक्कर #Gurugram pic.twitter.com/8Se2Vfv5O2
— Jitesh Jethanandani (@jethanandani14) February 2, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર, બે યુવકો બાઇક પર સવાર હતા. માંડ માંડ બંનેનો જીવ બચી ગયો હતો. આરોપ લગાવવામાં આવ્યો છે કે, એક ઝડપી કારે તેમને પાછળથી ટક્કર મારી અને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી.આ ઘટના ગુરુગ્રામના સેક્ટર 62 વિસ્તારમાં બુધવારે રાત્રે બની હતી. પોલીસે જણાવ્યું કે, કાર ચાલક બાઇક સવાર અને પાછળ બેઠેલા વ્યક્તિને 4 કિમી સુધી ખેંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે તેને પકડવા માટે શોધખોળ ચાલુ છે.
પોલીસને આપેલી ફરિયાદમાં યુવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કારે તેમને ટક્કર મારતાં તેઓ તેમની બાઇક પરથી પડી ગયા હતા. તેઓ વાહનની આગળની ગ્રીલ સાથે ચોંટી ગયા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે વાહન ચલાવનાર વ્યક્તિ દારૂના નશામાં હતો અને તેણે ફોર વ્હીલર ઉભી રાખી જ ન હતી. તેઓએ દાવો કર્યો કે, તેઓ બૂમો પાડતા રહ્યા પરંતુ મોટરચાલક તેમનું કઈ સાંભળતો ન હતો અને વાહન ચલાવતો રહ્યો. જો કે આ ઘટનામાં તેમને કોઈ મોટી ઈજા થઈ ન હતી. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ ઘટનાસ્થળના ફૂટેજ લેવામાં સફળ રહતા હતા. ફરિયાદના આધારે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, નવા વર્ષની રાત્રે એક ચોંકાવનારી ઘટનામાં બહારી દિલ્હીના કાંઝાવાલામાં 20 વર્ષીય મહિલાને કારમાં સવાર યુવકો અનેક કિલોમીટર સુધી ખેંચી ગયા હતા. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. ઘટનાના પગલે કારમાં સવાર પાંચ લોકો સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી બેને જામીન મળી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.