Banaskantha, Gujarat: શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી અદ્યતન સુવિધાઓ વાળી સ્કૂલો બનાવવાની મોટી મોટી જાહેરાતો ગુજરાત સરકાર કરી રહી છે. ત્યારે જો વાત કર્યે બનાસકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની તો તેમાં સુવિધાઓ ઝંખી રહી છે. વડગામમાં આવેલા સેબલપુર ગામમાં પ્રાથમિક શાળામાં ફક્ત બે જ ઓરડાઓ છે.
આ બે ઓરડાઓમાં જર્જરિત અને ઓરડાના પતરાં તૂટી ગયા છે અને તેથી ઠંડી તાપ કે વરસાદ હોઈ બાળકો તૂટેલા પતરાં વાળા ઓરડામાં ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે. તેમજ આ શાળામાં શોચલાયની સુવિધા પણ નથી અને બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહે છે. તેથી ગ્રામજનો ખુબજ રોષે ભરાયા છે.
ગુજરાત સરકાર મસમોટી વાતો જ કરી રહી છે કે, સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે. આવી શાળાની હાલ જોઇને ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહયા છે. જયારે સ્કૂલ પ્રવેત્સોવ હોઈ ત્યારે નેતાઓ અને સરકાર દરેક શાળાઓમાં વિધાર્થીઓને ઉત્તમ સગવડો અને ઉત્તમ શિક્ષણ મળશે તેવા તાયફાઓ કરે છે.
વડગામ તાલુકા આવેલી સબલપુર પેટા પ્રાથમિક શાળાની હોતાવાડા પ્રાથમિક શાળાની ખુબ જ બિસ્માર હાલત છે. સબલપુર પેટા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 30 જેટલા જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં ફક્ત બે જ ઓરડા છે અને તેમાંથી પણ એક ઓરડો ડેમજ હોવાથી બંધ કરી દેવં આવ્યો છે. જે ઓરડામાં બાળકો ભણી રહ્યા છે તેમાં પતરાં તૂટી ગયા છે અને દીવાલોમાં મોટી તીરાડો થઇ ગઈ છે.
ત્યારે શાળામાં શોચલાયની સુવિધા પણ નથી અને બાળકો મધ્યાહન ભોજનથી પણ વંચિત રહે છે. શાળાની સુવિધાઓની કમીઓને લઈને ગ્રામજનોએ વારંવાર ઉચ્ચ કક્ષાએ મોખિક અને લેખિત રજૂઆતો કરી છે અને પંચાયતના ઠરાવો કરીને નવી શાળા માટે અપીલ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ગ્રામજનોની માંગ નહિ સ્વીકારાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.