ભારેખમ દંડ તો થોપ્યા પરતું આનું શું? : જીએમડીસી પાસે એક્ટિવા ખાડામાં પડતાં યુવતીનું, બાપુનગરમાં રિક્ષાચાલકનું મોત

કોન્ટ્રાટરો અને તેમના મળતીયા રાજકારણીયોની મીલી ભગતના કારણે રોડ સહિતના કોન્ટ્રાકટમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચવામાં આવી રહ્યો  છે. અમદાવાદમાં દર વર્ષે કરોડોના ટેન્ડરો પાસ કરીને નવા રોડ બનાવવામાં આવતા હોય છે.સામાન્ય વરસાદ પડતાની સાથે  મોટા ખાડા અને ભુવા પડી જાય છે. એટલું જ નહી તે ખાડા પણ સમયસર રિપેર કરવામાં આવતા નહી હોવાથી ખાડામાં પડી જવાાૃથી વાહન ચાલકો મોતને ભેટે છે, ગઇકાલે  રાત્રે વસ્ત્રાપુર જીએમડીસી પાસે એક્ટિવા ખાડામાં પડી જવાના કારણે એક યુવતીનું મોત થયું હતું. જ્યારે બાપુનગરમા રિક્ષા ખાડામાં  પડતાં આધેડનું મોત નીપજ્યું હતું.

આ કેસની વિગત એવી છે, કે આંબાવાડી વિસ્તારમાં  નવી પાંજરાપોળ સંસથાના  મકાનમાં રહેતા અને  ઇન્ડીયન  ઓવરસીઝ  બેન્કની હેબતપુર શાખામાં નોકરી કરતા નિલેશભાઇ.બી.પરમારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે  ગઇકાલે રાત્રે તેમના બહેન તથા તેમની દિકરી વસ્ત્રાપુર  જીએમડી ગ્રાઉન્ડમાં  ગરબા ગાવા માટે ગયા હતા જ્યાં રાત્રે પરત આવતી વખતે  જીએમડીસી નજીક ખાડામાં એક્ટિવા સ્લીપ ખાઇ જતાં ફરિયાદીની ૧૮ વર્ષની પુત્રીને માાૃથામાં ગંભીર ઇજા થઇ હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બીજી ઘટનામાં  નિકોલ વિસ્તારમાં પરષોત્તમ નગરમાં રહેતા હોમગાર્ડમાં નોકરી કરતા કમલેશભાઇ. જી.પટણીએ એચ ડિવિઝન ટ્રાફિક  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે ગત. ૨૯ના રોજ તેમના મોટા બાપુજી ગોવિંદભાઇ રાત્રે ૧૧ .૩૦ વાગે રિક્ષા લઇને બાપુનગર ચાર રસ્તાાૃથી પસાર થતાં હતા આ સમયે ખાડામાં રિક્ષાનું વ્હીલ આવી જતાં રિક્ષામાં ખાડામાં પલટી ગઇ હતી.  તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતી જેમનું  સિવિલમાં સારવાર દરમિયાન આજે સવારે  મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *