ભારતની આ બેન્કે કર્યું સૌથી મોટું કૌભાંડ, મૃતકોના નામે ખાતા ખોલી…

દિવસેને દિવસે બેન્કોના ગોટલા અને કૌભાંડની ઘટના સામે આવી રહી છે. હાલમાં જ પીઅમેસી બેંકમાં મોટો ગોટાળો થયો હતો. જેનો ખુલાસો આજે થઇ ચુક્યો છે.…

દિવસેને દિવસે બેન્કોના ગોટલા અને કૌભાંડની ઘટના સામે આવી રહી છે. હાલમાં જ પીઅમેસી બેંકમાં મોટો ગોટાળો થયો હતો. જેનો ખુલાસો આજે થઇ ચુક્યો છે. લોકોના અને જાહેર જનતાના રૂપિયા પડાવી લેવા માટે બેંકો અને અમુક વ્યક્તિઓ બેન્કોમાં ગોટાળા ઉભા કરે છે. પરંતુ પીએમસી બેંકમાં કઈક નવો જ ગોટાળો કરવાની ઘટના સામે આવી છે.

પીએમસી બેંક કૌભાંડ અંગે એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યુ કે, આ ગોટાળાને અંજામ આપવા માટે 21,049 બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાં ચોકાવનારી વાત એ સામે આવી કે, જે બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. તેમા મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે સૌથી મોટા પ્રમાણમાં બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. આ બધા નકલી ખાતા ખોલી ને મોટા પ્રમાણમાં ગોટાળો કરવામાં આવ્યો છે.

45 દિવસમાં જમા કરવામાં આવ્યા રૂપિયા

45 દિવસમાં આ તમામ ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા. આ ખાતાનો રિપોર્ટ આરબીઆઈને પણ સોંપવામાં આવ્યો હતો. આરબીઆઈની તપાસમાં સામે આવ્યુ હતુ કે, 44 માંથી 34 ખાતા બોગસ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંકના કૌભાંડના કારણે બેંકની જમા મુડી પર અસર થઈ છે.

આરબીઆઈને ખોટી માહિતી આપવાનો આરોપ

પીએમસી પર એનપીએ અંગે આરબીઆઈને ખોટી માહિતી આપવાનો આરોપ છે. આ પહેલા બેંકના ચેરમેન એસ. વરયામસિંહને મુંબઈથી ધરપકડ કરવામાં  આવી હતી. જ્યારે બેંકના નિદેશક જોય થોમસને મુંબઈની એક કોર્ટે 12 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *