વેલેન્ટાઈને અમદાવાદી પ્રેમીએ એવું કારસ્તાન કર્યું કે, સીધી પોલીસ સ્ટેશન પહોચી પ્રેમિકા

Ahmedabad, Gujarat: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા અમદાવાદ (Ahmedabad) શહેરમાં વાડજમાં પ્રેમ લગ્નની લાલચ આપીને પ્રેમીએ પ્રેમિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ પ્રેમ સંબંધ બનાવી ને વેલેન્ટાઈન ડે (Valentine’s Day) ના દિવસે સગાઈ કરી અને ત્યાર બાદ પ્રેમિકા સાથે દુષ્કર્મ આચરીને સંબંધ તોડી દીધા હતા. ત્યાર બાદ યુવતીએ પોલીસ સ્ટેશન (Police Station) જઈને આરોપી પ્રેમ વિરુધ ફરિયાદ નોધાવી હતી. હાલ પોલીસે ફરિયાદને લઈને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

દરેક પ્રેમીઓ માટે યાદગાર દિવસ એટલે વેલેન્ટાઈન ડે. પણ અમદાવાદની એક યુવતી માટે આ દિવસ સજા બન્યો છે. કારણ એ છે કે, એક યુવકે તેની સાથે પ્રેમના નામે દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ યુવતીને તરછોડી દીધી હતી. આ સમગ્ર ઘટના અમદાવાદમાં આવેલી વાડજ વિસ્તાર માંથી સામે આવી છે.

વાડજમાં એક યુવતીએ તેના પ્રેમી કૃપલ રાવળ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. કૃપલ રાવલે પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને 14 ફેબ્રુઆરી 2022ના દિવસે સગાઈ કરી હતી અને ત્યાર બાદ લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યાર બાદ યુવતીએ કૃપલને જયારે લગ્નનું કહ્યું ત્યારે યુવકે લગ્નનો કરવાનો ઇન્કાર કર્યો અને યુવીને તરછોડી હતી. તેથી યુવતીએ દગાબાજ પ્રેમી કૃપલ રાવલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ યુવતી સેટેલાઇટ વિસ્તારમાં એક કંપનીમાં 3 વર્ષ પહેલા નોકરી કરતી હતી.

ત્યારે એક મિત્ર દ્વારા યુવતી કૃપલ રાવળના સંપર્કમાં આવી હતી. કૃપલ રાવળએ યુવતીને ઘરે મૂકવાની મદદ કરવાના બહાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. કૃપલે પહેલા મિત્રતા કરી અને ત્યાર બાદ ઘરે લેવા મૂકવા આવવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ યુવતીને પ્રેમમાં ફસાવી હતી. યુવતી કૃપલના પ્રેમમાં અંધ થઈ ગઈ હતી.

યુવતીએ એક વર્ષ પહેલા તેના પ્રેમ વિષે ઘરે જાણ કરી અને ત્યાર બાદ પરિવારે વેલેન્ટાઈનના દિવસે બંનેની સગાઈ કરાવી હતી. સગાઈનો લાભ લઈને કૃપલે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો. ત્યારે વાત લગ્ન કરવાની યુવતી ત્યારે ઇન્કાર કરીને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું ખુલ્યું કર્યો હતો. ત્યાર બાદ યુવતીએ આરોપી કૃપલ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોઁધાવી હતી. હાલ પોલીસે ફરિયાદ નોધીને આરોપીની શોધ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *