અગમ્ય કારણોસર સુરતના કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ- CCTV ફૂટેજ જોઇને કાળજું કંપી ઉઠશે

સુરત (Surat): આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં અવેરલા સુરત શહેર માંથી સામે આવી છે.…

સુરત (Surat): આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં અવેરલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરતમાં શહેરમાં આવેલા અડાજણમાં આવેલા કેબલ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં કૂદી ગયો હતો. કેબલ બ્રિજ પર યુવક પહોંચ્યો હતો અને યુવક પોતાનો ફોન, સામાન અને ગાડીની ચાવી કેબલ બ્રિજ સિક્યોરિટી ગાર્ડને આપી હતી અને કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

મળેલી માહિતી અનુસાર એક યુવક કેબલ બ્રિજ પર અચાનક આવી પહોંચ્યો હતો અને ત્યાર બાદ તેણે પોતાની મોબાઈલ, બેગ અને ગાડીની ચાવી સિક્યોરિટી ગાર્ડને આપી દીધા હતા. ત્યારબાદ તે દોડીને બ્રિજ પર વચ્ચેના ભાગે જવા લાગ્યો હતો. જયારે સિક્યોરિટી ગાર્ડને શંકા ગઈ ત્યારે તે પણ યુવકને પકડવા માટે પાછળ દોટ મુકી હતી પરંતુ સિક્યોરિટી ગાર્ડ કંઈ કરે એ પહેલા જ યુવકે બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જયારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને થઇ ત્યારે તરતજ ટીમ સાથે તેઓ ઘટના સ્થળે આવી પહોચી હતી. હાલ ફાયરના જવાનોએ તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે. હજું સુધી યુવકના અણધાર્યા પગલાને લઈને કોઈ કારણ સામે આવ્યું નથી. આ સમગ્ર ઘટના અંગે પોલીસ અને ફાયર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે યુવકની ઓળખની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે, યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

ફાયર ઓફિસર અશોક પટેલ સાતેહ અવત કરતા અશોકએ જણાવ્યું હતું કે, સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે કન્ટ્રોલમાં કોલ આવ્યો હતો.મજૂરા અને અડાજણ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, યુવક કૂદી ગયો છે. યુવકે બેગ સહિતનો સામાન સિક્યોરિટી ગાર્ડને આપીને પછી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *