સુરતમાં પત્નીએ બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો, પતિએ ઉતારી લીધો અંગતપળોનો વિડીયો અને થઇ ગયો મોટો કાંડ

સુરત(Surat): શહેરના વેડરોડ(Ved road) પંડોળ(Pandol)માં હનીટ્રેપ(Honeytrap)નો કિસ્સો સામે આવ્યો છે. એમ્બ્રોઈડરી કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ અંગત પળોનો વિડીયો બનાવી હતી અને સંબંધીઓ સાથે મળીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને કટકે કટકે પાંચ લાખ રૂપિયા પડાવવા ઉપરાંત ફ્લેટનો સાટાખત પોતાને નામે કરાવી લીધા બાદ પણ ધાક ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવતા મામલો સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે બ્લેકમેલ કરનાર જોષી દંપતી સહિત ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જાણો શું છે સમગ્ર મામલો?
વાત કરવામાં આવે તો વેડ રોડ પંડોળ સ્થિત હરિઓમ મિલ નજીક એમ્બ્રોડરી કારખાનું ધરાવતા કારખાનેદાર વર્ષ 2006 માં વતન ભાવનગર ખાતે હીરાનું કારખાનું ધરાવતા હતા. આ દરમિયાન કારખાનાની સામે ભાડે રહેતા હર્ષા પરેશ જોષી સાથે તેમની મુલાકાત થઈ હતી. હર્ષાનો પતિ પરેશ છેલ્લા કેટલાય સમયથી બેકાર હોવાથી હર્ષાના કહેવા મુજબ કારખાનેદારે પોતાના કારખાનામાં નોકરીએ રાખ્યો હતો. જે અંતર્ગત વારંવાર કારખાનેદારનું હર્ષા ના ઘરે આવવા જવાનું થતા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને અનેક વખત એકાંત પળ પણ માણ્યા હતા.

આ દરમિયાન વર્ષ 2016 માં હર્ષાએ કારખાનેદારને પોતાના ઘરે બોલાવ્યો હતો જ્યાં તેના પતિ પરેશે મોબાઇલમાં પત્ની હર્ષા અને કારખાનેદારના અંગત પ ળો નો વિડીયો બતાવી ગાળો આપી મારી પત્ની સાથે ગંદુ કામ કરે છે એમ કહી વિડીયો વાયરલ કરવાની ધાક ધમકી આપી હતી. સાથે રૂપિયા 5 લાખની માંગણી પણ કરી હતી. સમાજમાં બદનામી થશે એવા ડરથી પાંચ લાખ રૂપિયા આપી કારખાનેદારે વિડીયો ડીલીટ કરવા કહ્યું હતું પરંતુ પરેશે વિડીયો ડીલીટ કર્યો ન હતો અને ઉલટાનું બ્લેકમેલ કરી વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કારખાનેદાર વતન છોડી પરિવાર સાથે સુરત રહેવા આવ્યો હતો પરંતુ હર્ષા પણ પરિવાર સાથે સુરત આવી ગઈ હતી અને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખી ટીવી, વોશિંગ મશીન, એસી, વોટર કુલર, કપડા, મોબાઈલ, ઘરવખરીનો સામાન, દાગીનાના બિલ પણ ચૂકવવા માટે મજબૂર કર્યો હતો.

કારખાનેદારે અમરોલીના જીવનદીપ એપાર્ટમેન્ટમાં ફ્લેટ બુક કરાવ્યો હતો તેનો સાટાખત પણ પરેશે ધમકાવીને પત્ની હર્ષાના નામે કરાવી લીધો હતો. આ સાથે હર્ષા અને તેનો પતિ પરેશ દિનેશ જોશી તેમનો સંબંધી પીન્ટુ જોશી અને હર્ષા ની બહેન નો દીકરો સોહમ રાકેશ જોશી વારંવાર વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી રહ્યા હતા અને રૂપિયાની માંગણી કરી ઘરે આવી માર પણ માર્યો હતો. જેને પગલે અંતે કંટાળીને કારખાને દારે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા હર્ષા, પરેશ અને પીન્ટુ ની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *