સુરત(Surat): શહેરમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ(Jeevandeep Organ Donation Foundation Trust) દ્વારા બીજુ અંગદાન સુરતની એઇમ્સ હોસ્પિટલ(AIIMS Hospital)માંથી કરાવવામાં આવ્યુ છે. પાટીદાર પરિવારના બ્રેઈનડેડ(Brain death) શીવાભાઈ ખાતરા પરિવારે તેના ચક્ષુ, કિડની અને લિવરનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની સુવાસ પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે.
જાણો શું છે સમગ્ર ઘટના:
તા. 15/02/2023 ને સવારે 7:00 વાગ્યે માથુ દુઃખવાની ફરિયાદ ઘરે કરવામાં આવી હતી, તેમજ સમય જતા ઘરે વોમિટિંગ શરૂ થઈ ગયું. પહેલા તો ડો.અંકિતભાઈ કાકડિયાને ત્યા સરથાણા જકાતનાકા ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલમાં ફરિવાર વોમિટિંગ થયુ અને બેભાન જેવા થઈ ગયા. જેમને વિશેષ નિદાન માટે MRI માટે લઈ ગયા ત્યાંથી ડૉ.હિતેશ ચિત્રોડા (ન્યુરો સર્જન)નો સંપર્ક કરતા એઈમ્સ હોસ્પિટલ-સુરતમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શીવાભાઈને બ્રેઈનડેડ જાહેર કરાયા:
તેઓની સારવાર શરુ થતા પણ દર્દીની હાલતમાં સુધારો થયો ન હતો. તા.16/2/2023, સમય સાજે 6 કલાકે તેઓને ડૉ. રાકેશ ભરોડીયા, ડૉ. હિતેશ ચિત્રોડા, ડૉ. મિલિન સોજીત્રા, ડૉ. રાજેશ રામાણી દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પુત્ર મેહુલભાઈના મિત્ર જયેશભાઈ મોવલીયા તથા કાનજીભાઈ ભાલાળા એ પી.એમ.ગોંડલીયા (જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન)નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમ દ્વારા તેમના પરિવાર જનોની અને એઈમ્સ હોસ્પિટલ-સુરતની મુલાકાત લીધી હતી.
તા.17/02/2023 બપોરના રોજ 2:15 એઈમ્સ હોસ્પિટલ, સુરત થી 2:37 સુરત, એરપોર્ટ પહોંચ્યા હતા, 2:45 (ફ્લાઈટ) સુરત એરપોર્ટ થી 3:45 અમદાવાદ, એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ થી 4:00 કલાકે ઝાયડ્સ હોસ્પિટલ, થલતેજ, અમદાવાદ પહોંચ્યા હતા, 4:10 મીનીટે ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું. (રૂટ= 245km = 1 કલાક, 35 મિનીટ સમય)
મેહુલભાઈ આર્થિક દાન આપવા સક્ષમ નથી પરંતુ પિતાનું બ્રેઈનડેડ થવાથી ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય મક્કમ કર્યો. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં પુત્ર મેહુલભાઈ, ત્રણ દીકરી – જમાઈઓ અને તેમના પરિવારજનો, અને સમગ્ર એમ્સ હોસ્પિટલ,સુરત સ્ટાફનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.
ગુજરાત સરકારની SOTTO સંસ્થા દ્વારા ઝાયડ્સ હોસ્પીટલ, અમદાવાદ દ્વારા ડો. આનંદ ખાખર, ડો.યશ પટેલ, કોર્ડીનેટર-રાજુભાઈ ઝાલા બને કિડની અને એક લિવરનું દાન SOTTO દ્વારા સ્વીકારવામાં આવેલ હતું અને બંને આંખોનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.
આ સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેશનની અવેરનેસ લાવવા ગ્રીન કોરીડોરની તિરંગા અને રાષ્ટ્રીય નારા સાથે શીવાભાઈનાં સમગ્ર પરિવાર, મહેશભાઈ સવાણી, અંકિત કળથીયા, નીતિન ધામેલીયા, જ્સ્વીન કુંજડીયા, ડો. પૂર્વેશ ઢાંકેચા, બીપીન તળાવીયા, વેજુલ વિરાણી, ચિરાગ બાલધા, રાહુલ માંડણકા એ હાજર રહી પ્રસ્થાન કરાવ્યું હતું.
પી. એમ. ગોંડલિયા(ફાઉન્ડર, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન) તથા વિપુલ તળાવીયા (ટ્રસ્ટી-જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ) તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ટીમ અને એઈમ્સ હોસ્પિટલ સ્ટાફ પરિવારના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.
વિશેષ પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા એ જણાવ્યું હતું કે, અંગદાન માટે જાગૃતિ લાવવા વિવિધ માધ્યમ અને પ્રેસ-મીડીયાના સહકારથી અન્ય આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.