ગુજરાતમાં આપઘાતની ઘટનાએ વેગ પકડ્યો છે. દરરોજ કેટલાય યુવાનો અંગત કારણોસર જિંદગીથી હારી આપઘાત કરી રહ્યા છે. ત્યારે સુરતના એક બિલ્ડરનો આપઘાત કરતો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ બિલ્ડરની હાલત હાલ સ્થિર છે.
મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછામાં નામચીન બિલ્ડરે અમદાવાદ ખાતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડરલોબીમાં હાહાકાર મચી ગયો હતો. જાણવા મળ્યું છે કે, નાણાકીય ભીંસમાં આવીને આ બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ બિલ્ડરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ સ્થિર છે.
આપઘાત પહેલા બનાવ્યો વિડિયો
સુરતના આ બિલ્ડરે આપઘાતના પ્રયાસ પહેલા મોબાઇલમાં વિડીયો શુટ કર્યો હતો. અને ત્યારબાદ આ વિડીયો નજીકના સંબંધીને મોકલ્યો હતો. ઘટનાને પગલે અમદાવાદની હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.
જીએસટી અને નોટબંધી બાદ ફટકા ખાઈ રહેલો બાંધકામ ઉદ્યોગ હજુ રાગે પડ્યો નથી, તેને કારણે સુરતના મોટા વરાછાના અનેક બિલ્ડરો આર્થિક સંકટમાં મુકાયા છે. ત્યારે મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયા એ અમદાવાદ ખાતે આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ બાદ અશ્વિનભાઈ ને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ અશ્વિનભાઈની તબિયત સ્થિર છે.
આપઘાત કરતા પહેલા અશ્વિનભાઈએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘મારી સાથે જે થયું, તેની મે સુસાઇડ નોટ બનાવી છે. સાથે ફોન રેકોર્ડિંગ પણ મૂક્યા છે. આ બધી વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં રાખી છે, એ તુ મેળવી લેજે.’
અશ્વિનભાઈના પત્નીએ જણાવ્યું…
અશ્વિનભાઈના આપઘાતના પ્રયાસ ને લઈને પરિવાર માથે દુઃખના પહાડ તૂટી પડ્યા છે. અશ્વિનભાઈ ના પત્નીને આવું કંઈક થવાનું છે તેનો અંદાજો પહેલેથી જ આવી ગયો હતો, એ જ કારણે અશ્વિનભાઈ ને એકલા મુકતા નહોતા. તેઓએ જણાવ્યું કે, છેલ્લા દોઢેક વર્ષથી તેઓ મુશ્કેલીમાં હતા.
ગૃહમંત્રી સુધી વાત પહોંચાડજો…
વીડિયોમાં બિલ્ડર અશ્વિનભાઈ જણાવ્યું કે, મારી સાથે જેને ખોટું કર્યું છે, એ કોઈ છટકવાના જોઈએ. આ ગુનેગારોને સજા થાય એ માટે પોલીસ અને ગૃહ મંત્રી સુધી મારી વાત પહોંચાડજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.