સુરત (Surat): રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહો છે. જયારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરત શહેરમાં આવેલા કામરેજ વિસ્તાતમાં એક એસટી બસે મોપેડને અડફેટે લીધું હતું.
આ અકસ્માતની ઘટનામાં મોપેડ સવારને ખુબજ ગંભીર ઈજાઓ થઇ હતી અને તેથી તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર એસટી બસ અકસ્માત કર્યા બાદ નેશનલ હાઈવેના સીસીટીવીના પિલર સાથે પણ અથડાઈ હતી. આ અકસ્માત નેશનલ હાઇવે 48 પર સર્જાયો હતો.
સુરત શહેરમાં આવેલા કામરેજ વિસ્તાતના ઘલા ગામના પાટિયા પાસે એક એસટી બસ ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અને એક વ્યક્તિને ખુબજ ગંભીર રીતે ઈજા થઇ છે.
ઘટનાની જાણ થતાની સાથેજ 108 તેની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી. મળેલી માહિતી અનુસાર મોપેડનો નંબર GJ-05-ML-6752 છે અને અકસ્માત સર્જનારી એસટી બસનો નંબર J-18-Z-7918 છે. મળેલી માહિતી અનુસાર અકસ્માત સર્જનારી બસ વાપી-અમદાવાદ રૂટની હતી.
અકસ્માત સર્જાયા બાદ બસના ટાયર નીચે ફસાયેલા ઇજાગ્રસ્તને બહાર કાઢવા માટે અન્ય વાહન ચાલકો અને ત્યાના સ્થાનિકોએ મદદ કરી હતી. બધા લોકોએ એકસાથે મળીને એસટી બસને ધક્કો મારી બસ ઊંચી કરી હતી. બસ હાઇવેના સીસીટીવીના પિલર સાથે અથડાઈ હોવાથી પિલર તૂટી જતા સીસીટીવીના કેમેરા તૂટીને જમીન પર પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.