સુરત: વાસના સંતોષવા ‘વાસુ’ બન્યો વસીમ અકરમ, ત્રણ-ત્રણ હોટલોમાં લઇ જઈ હિંદુ દીકરીને પીંખી

સુરત (Surat): દુષ્કર્મની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.  ત્યારે વધુ એક ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી પ્રકાશમાં આવી છે. સુરત શહેરમાં આવેલા વેસુ વિસ્તારમાં રહેતા એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને વેસુમાં જ રહેતી એક 24 વર્ષની યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને અનેક વાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

આ વિધર્મીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને ફસાવી હતી અને યુવતી સાથે અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે સાતેક મહિના બાદ યુવતીને વિધર્મી યુવકની અસલી ઓળખની જાણ થઇ હતી. ત્યાર બાદ યુવતીએ વિધર્મી યુવકની વિરુધ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ વેસુ પોલીસે યુવતીની ફરિયાદને આધારે વિધર્મી યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં આવેલા વેસુના રાજપુત ફળિયામાં રહેતા વસીમ અકરમ વાહીદ સનરાઈઝ ઈવેન્ટના નામે ધંધો કરે છે. વસીમ અકરમે વેસુ વિસ્તારમાં જ રહેતી અને મેહંદી મુકવાનું કામ કરતી 24 વર્ષીય યુવતીને પોતાની ખોટી ઓળખ વાસુ ગ્વાલડીયા તરીકે આપી અને મિત્રતા કરી પોતાના સનરાઈઝ ઈવેન્ટમાં પાર્ટનર બનાવી હતી. ત્યાર બાદ બંને મોબાઈલ પર વાતો કરતા હતા. તેમજ વિધર્મી યુવકે રૂબરુમાં મળીને યુવતીને વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી.

ત્યાર બાદ વિધર્મી યુવકે મહેંદી મુકતી યુવતીને ઇવેન્ટ કંપનીમાં પાર્ટનર બનાવી અને લગ્ન કરવાની લાલચ આપી અને શારીરિક શોષણ કર્યું હતું. 1 જુલાઈ 2022 થી 10 ફેબ્રુઆરી 2023 સુધી વિધર્મી યુવકે ફરવાના બહાને અલગ અલગ હોટલમાં યુવતીની સાથે શારીરિક સંબંધો બાંધ્ય હતા. અલગ અલગ હોટલમાં અને ઘરે લઈ જઈ યુવતી સાથે મરજી વિરૂધ્ધ જબરજસ્તી દુષ્કર્મ કર્યું હતું. 

આ 24 વર્ષીય હિન્દુ યુવતીને જાણ ન હતી કે જેની સાથે વાત કરે છે તે યુવક મુસ્લિમ યુવક છે. યુવતીને સાત મહિના બાદ યુવકની અસલ ઓળખ વિષે જાણ થઇ હતી. ત્યાર બાદ યુવતીએ પોલીસે ફરિયાદ નોધાવી હતી, યુવતીની ફરિયાદને આધારે પોલીસે વાસુ ગ્વાલડીયા ઉર્ફે વસીમ અકરમ વાહીદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *