વડોદરામાં કાર ચાલકને ચાલુ કારમાં હાર્ટ એટેક આવતા મોત, અનેક ગાડીઓને લીધી અડફેટે- ‘ઓમ શાંતિ’

વડોદરા(Vadodara): શહેરના માંજલપુર(Manjalpur) વિસ્તારમાં કાર ચાલક(car driver)ને શરુ કારે હાર્ટ એટેક(Heart attack) આવતા રસ્તાના કિનારે ઉભેલા 4 વાહનોને જોરદાર ટક્કર(Accident) મારી અડફેટે લીધા હતા. કાર ચાલકને બેભાન અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા કોલોનીમાં રહેતા 52 વર્ષીય દિપક ગોવિંદલાલ શાહ પોતાની આઈ ટેન કાર લઈને દીપ ચેમ્બર બાજુથી તુલસીધામ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. કારમાં દિપક શાહ સહિત પાછળની સીટ પર તેમની દીકરી પણ બેઠેલી હતી.

કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતાની સાથે તેઓ બેભાન થઈ ગયા હતા અને કારના સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના કિનારે પાર્ક કરવામાં આવેલ કાર અને ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, એક ઉભેલી કારમાં અથડાઈને દિપક શાહની કાર ત્યાં જ ઉભી રહી ગઈ હતી. જ્યારે આજુબાજુના લોકો ભેગા થઈ જતાં તેઓને કારમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા.

દિપક શાહની પુત્રીએ સ્થાનિક ટોળાને સમજાવતા તેઓને 108 માધ્યમથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. માંજલપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *