હાલમાં રસ્તા બાબતે સરકાર જાહેર જનતાનું કઈ જ સાંભળતી નથી તે આજે સાબિત થઇ ગયું છે. સરકારે હજારો-હજારોના દંડ તો ચાલુ કરી દીધા, પરંતુ આ હજારો રૂપિયાના દંડ સામે કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પડતા નથી. ચાલો દરેક જાહેર જનતા સરકારના દરેક દંડ ભરવા તૈયાર પણ છે પરંતુ તમે દરેક જાણતા હશો કે આજના રોડ-રસ્તા ની હાલત કેવી થઇ ચુકી છે.
હાલના સમયે બધા જ ક્ષેત્રોમ ભયંકર મંદી જોવા મળી રહી છે. દરેક લોકો આ ભારે મંદી સામે જુજ્મી રહ્યા છે. તેમ છતાં સરકારે આટલા બધા દંડનો નિયમ લાગુ કર્યો છે. તેમ છતાં કોઈ જનતાને તકલીફ નથી, પરંતુ તકલીફ તો ત્યાં ઉભી થાય છે. કે રોડ રસ્તાની જે હાલત છે, તે જોઈ ને દરેક જાહેર જનતા ખુબ જ પરેશાન છે. લોકો દરેક પ્રકારના ટેક્સ અને હાઇવે ઉપર ટોલનાકા પણ રૂપિયા ભરતા હોય છે, પરંતુ હાઇવે જ ખુબ ખરાબ હોય તો કઈ વાત ના રૂપિયા ભરવા આ સવાલ દરેક વ્યક્તિને થતો હોય છે, પણ કોઈ વ્યક્તિ બોલતું નથી. પણ એક કેશોદમાં રહેનારા એક સામાન્ય વ્યક્તિએ ટોલનાકા પણ રૂપિયા ના ભરવા પર મોટી બબાલ ઉભી કરી હતી.
હવે એક રીતે જોઈએ તો તેની વાત પણ સાચી જ હતી, તે વ્યક્તિ કેશોદથી જૂનાગઢ જઈ રહ્યા હતા. અને વચ્ચે રસ્તાની હાલત ખુબ જ ખરાબ હતી. તેની તેણે આખા સફર દરમિયાન ખુબ જ મુશ્કેલી ઉભી થઇ હતી. તેના કારણે આ વ્યક્તિએ ટોલનાકા પર એક પણ રૂપિયા નહિ આપે તેનો વિડીયો સામે આવ્યો છે.
આ વિડીયોમાં આ વ્યક્તિ સાફ-સાફ કહી રહ્યો છે કે મને રસ્તામાં ખુબ જ તકલીફ પાડી છે એ કારણો સર હું એક પણ રૂપિયા નહિ આપું. તમારે મારી ફરિયાદ કરવી હોય તો કરો, સાથે-સાથે અમે કહે છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પણ મારી ફરિયાદ કરો પરંતુ હું એક પણ રૂપિયો નહિ આપું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.