ગુજરાત(Gujarat): જેતપુર(Jetpur)ના જેતલસર(Jetalsar)માં સૃષ્ટિ રૈયાણી(Srushti Raiyani Murder case)ના હત્યા કેસમાં કોર્ટે ગઈકાલે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. અમે તમને જણાવી દઇએ કે, જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ આરોપીએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા અને આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતાં. જે મામલે એડીશનલ સેસન્સ કોર્ટે ગઈકાલે મહત્વ પૂર્ણ ચૂકાદો આપ્યો હતો. જેમાં આરોપીને મૃત્યું દંડની સજા ફટકારી છે. તેમજ કોર્ટ દ્વારા હત્યાનાં પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ, પોક્સો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.
કિશોરભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમારા દ્વારા આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરવામાં આવી હતી. આજે આરોપીને આ સજા મળી ગઈ છે. દિલીપભાઈ ભુવા જે ઘટનાના પ્રથમ દિવસથી અત્યાર સુધી મારી સાથે હતા. અડધી રાતે પણ જરૂર પડે તો રાતે દોડી આવતા હતા. જે-તે સમયે બનાવ બન્યો ત્યારે સમગ્ર જેતલસર ગામે મને સપોર્ટ કર્યો છે જેનો હું તેમનો દિલથી આભાર માનું છું અને અમારા વકીલોનો પણ આભાર માનું છું. ન્યાયતંત્રએ પણ અમારી જે માગણી હતી તે જ સજા આરોપીને કરવામાં આવી છે. અગાઉ પણ અને અત્યારે પણ ન્યાયતંત્ર પર ભરોસો હતો. સાચુ કહું તો આ એક સત્યની જીત છે.
કિશોરભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારી દીકરીના હત્યારાને સમયસર સજા મળી ગઈ હોત તો સુરતમાં ગ્રીષ્મા વેકરીયાનું મર્ડર થયું હતું તે કદાચ ન થાત. આજે ગ્રીષ્મા હયાત હોત એવું મારું અંગત માનવું છે. ચુકાદાને સમય તો લાગ્યો છે. પરંતુ મારે જે ન્યાય જોઇતો હતો તે આજે મને મળી ચૂક્યો છે. મારું તો એવું માનવું છે કે, કદાચ એક વર્ષ પહેલા આનો ચુકાદો આપી દેવામાં આવ્યો હોત તો આ પ્રકારની ઘટનાઓ બનતા અટકી જાત.
જાણો શું બની હતી સમગ્ર ઘટના?
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જેતલસર ગામમાં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીની એક વ્યક્તિએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આરોપીએ યુવતીને 36 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
સૃષ્ટિની હત્યા કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેનો જ સંબંધિત હતો અને બંને મામા ફઈના સંતાનો હોવાના કારણે બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો. સૃષ્ટિના પિતા કિશોરભાઈ રૈયાણી એ જાતે પટેલ છે અને તેણે શ્રુષ્ટિની માતા સાથે પ્રેમ લગ્ન કરેલ છે શ્રુષ્ટિની માતાએ ખાંટ રાજપૂત છે અને જયેશ ગિરધર સરવૈયાએ પણ ખાંટ રાજપૂત છે અને શ્રુષ્ટિની માતાને દૂરનો ભાઈ થાય સૃષ્ટિના પિતાએ જયેશના સમાજના મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા છે.
સૃષ્ટિના ગામમાં જયેશ સરવૈયા નામનો વ્યક્તિ કડીયા કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ ઉપરાંત જયેશ સંબંધી હોવાના કારણે અવાર નવાર સૃષ્ટિના ઘરે જતો હતો અને એક સમયે તેને સૃષ્ટિ સાથે આંખ મળી ગઈ અને એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. તેથી તે ભાઇ હોવા છતાં પણ સૃષ્ટિની પાછળ-પાછળ તેની શાળાએ જતો હતો. આ ઉપરાંત ક્યારેક તો સૃષ્ટિને રસ્તામાં જ ઉભી રાખતો હતો.
આ દરમિયાન જયેશના આ પ્રકારના વર્તનને લઈને સૃષ્ટિએ તેના પિતા કિશોરને જયેશની ફરિયાદ કરી હતી. તેથી કિશોર રૈયાણી દ્વારા જયેશના પિતા ગિરધર સરવૈયાને આ બાબતે માહિતી આપતાં તેના પુત્ર જયેશને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હોવાને કારણે જયેશ ઘર નજીક રહેતા તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.