આપઘાતની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાના ઘણા બનાવો બની રહ્યા છે. આગળ પાછળ વિચાર્યા વગર લોકો સીધો નિર્ણય કરી લેતા હોય છે. આપણે અનેક એવા કિસ્સાઓ વિષે સાંભળ્યું હશે જેમાં દીકરા-દીકરી કંઈક એવું કરી બેસે છે જેથી આખી જિંદગી સંતાનો માટે મહેનત કરતા માં-બાપ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વિચારતા હોય કે મારા ઉછેરમાં શું ખોટ રહી ગઈ હશે કે મારા સંતાને આવું પગલું ભર્યું.
આવો જ એક બનાવ પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકા માંથી સામે આવ્યો છે. મોરડુંગરામાં રહેતી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના શિવ શક્તિ સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા લગ્ન કરેલી પરિણીતાએ અગમ્ય કારણોસર સાસરીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સંગે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
જયારે આ સમાચાર પિયર વાળાઓને થયા ત્યારે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે દીકરીને બે દિવસ પહેલા જ ધામધૂમથી પરણાવીને સાસરે મોકલી હતી તેણે અચાનક આવું પગલું ભરતા સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છે. આ સમાચાર સાંભળતા માતા પિતા તો સાવ ભાંગીજ પડ્યા હતા.
ઉર્વશીએ 13મી માર્ચે લગ્નના સાત ફેરા ફર્યા અને ત્યાર બાદ પોતાની વ્હાલ સોયી દીકરીને પોતાના માતા પિતા દ્વારા સાસરીયે વળાવવામાં આવી. ત્યાર બાદ માતા-પિતા સહિત સમગ્ર પરિવારના લોકો ઉર્વશીને આણું વાળીને લાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે અચાનકજ ફોન આવ્યો, તમારી દીકરીએ ગળે ફાંસો ખાઈ લીધો છે’. દીકરી ગુમાવવાથી માતા પિતા પર આભ તૂટી પડ્યું હતું. પરિવારના સભ્યો દીકરીના અકાળે મોતના કારણે ભાંગી પડ્યા હતા.
મળેલી માહિતી અનુસાર ઉર્વશીના લગ્નના બીજા દિવસે MAની પરીક્ષાનું પેપર હતું. ઉર્વશીના પિતા સાથે અવત કરતા તેમણે કહ્યું કે, ઉર્વશી અને જમાઈ બંને અમારા ઘરે આવ્યા અને હસી ખુશી સાથે પરીક્ષાનું પેપર આપવા ગયા હતા. એજ રાત્રે ઉર્વશએ અમારી જોડે ફોન પર વાત પણ કરી હતી. અને બીજા દિવસે ફોન આવ્યો કે, ‘તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને લટકી ગઈ છે’.
ત્યાર બાદ માતા-પિતા સમગ્ર પરિવાર સાથે દીકરીના સાસરે ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસે કરવામાં વી હતી. પોલીસને ઘટનાની જાણ થતાની સાથેજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, ઉર્વશીએ આવું પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.