દેશભરમાંથી અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે અવી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુસાઈડ નોટ લખીને અશોક નગરમાં રહેતી પ્રીતિ નિર્મલ નામની 27 વર્ષની યુવતીએ સોમવારે બપોરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લીધું હતું. મળેલી માહિતી અનુસાર પ્રીતિની સગાય બે દીવસ પહેલા જ થઇ હતી. એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
એરોડ્રમ સ્ટેશન ઈન્ચાર્જ અશોક પાટીદાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પ્રીતિ એક કારના શોરૂમમાં HR હેડ હતી. વિજય નગરમાં રહેતા પવન મુરરમકર સાથે રવિવારે તેની સગાઈ થઈ હતી. બનેના લગ્ન 26 જૂનના રોજ નક્કી થયા હતા. તેણે જણાવ્યું કે તે પ્રીતિને એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા ઓળખ્યો હતો.
બને ફેબ્રુઆરીમાં મળ્યા હતા ત્યાર બાદ બંનેબી વચ્ચે પ્રેમ થયો હતો. ત્યાર બાદ પ્રીતિએ તેની માતાને કહ્યું કતું. બાદમાં તેઓ લગ્ન માટે ઉતાવળ કરવા લાગ્યા. જયારે ખબર પડી કે પ્રીતિ મંગલી છે ત્યારે તેની માતાએ કહ્યું કે અમે પૂજા કરાવી લીધી છે અને પંડિત સાથે વાત કરતા તેમણે પણ કયું કે, લગ્ન પછી જીવનને કોઈ ખતરો નથી. તેથી બધા તૈયાર થઇ ગયા હતા.
સગાય બાદ પ્રીતિની માતાએ કહ્યું કે લગ્ન 26 તારીખે થવાના છે, આ વાતથી કોઈ પણ તૈયાર ન હતા. જો આ 26 તારીખે લગ્ન કરવામાં આવેતો તેની ગર્ભવતી બહેન લગ્નમાં હાજર રહી ન શકે. તેથી દેવુથાની ગ્યારસ પર લગ્નની વાત કરી હતી. પરંતુ પ્રીતિના પરિવારના લોકો સહમત ન હતા.
ત્યાર બાદ પવનની માતા અને બહેને રાત્રે ફોન પર કહ્યું કે, હવે લગ્ન નહીં થાય, દેવુથાની ગ્યારાસ પછી જોવા મળશે. આ સાંભળીને પ્રીતિ ટેન્શનમાં આવી ગઈ હતી. ત્યાર બાદ સોમવારે બપોરે તે તુલસી અને પીપલના છોડ લઈને આવી હતી. અને ખરતી હતી કે રોજે આની પૂજા કરવાની. અને હવે હું ક્યારેય લગ્ન નહીં કરું. અને આપઘાત કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.