સુરતમાં હજીરા વિસ્તારમાં આવેલી નવચેતન અદાણી વિદ્યાલયમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી

સુરત(SURAT): હજીરા વિસ્તારમાં આવેલી નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે “I Love Sparrows” થીમ આધારિત વિદ્યાર્થીઓ ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને અટકાવવા સહભાગી બને એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં કરવામાં આવી હતી.

નાના બાળકોને પ્રિય અને દરેકના બાળપણની યાદોને તાજુ કરતું પક્ષી એટલે ચકલી.આજે વધતી જતી શહેરીકરણ અને ઉંચી ઇમારતોને કારણે પોતાના માળા બનાવી શકતા નથી. જે અંતર્ગત શાળાના શિક્ષક દ્વારા ચકલી દિવસનું મહત્વ રજૂ થયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ચકલી વિશે કવિતાઓ રજૂ થઈ હતી.

ચકલી દિવસની ઉજવણી કરતાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરની આસપાસની વેસ્ટ વસ્તુઓ ઘાસના તણખલા, નાળિયેરની કાચલી, નારિયેળનાં રેસા, રૂ, શણની દોરી, કાગળ, પૂંઠાઓ, સૂકું ઘાસ, પાંદડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને 92 જેટલી છાજલી, માળો, ઘર, 17 જેટલી પાણી પીવા માટેની ઠીબ તેમજ ચણ નાખવા માટેના 14 જેટલા ચણપાત્ર-અક્ષય પાત્ર બનાવ્યા હતા.

આ દરેક વસ્તુઓ તેમણે પોતે શાળાના પ્રાંગણમાં આવેલા દરેક વૃક્ષ પર મૂકી આ દિવસની ઉજવણી કરવામાં આવી. નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ દરેક તહેવાર અને દિવસની અનોખી રીતે ઉજવણી કરવા માટે જાણીતી છે. શાળાના વિદ્યાર્થીઓએ એમના વાલીઓ અને શિક્ષકો દરેક ઉજવણી વખતે સક્રિય ભાગીદારી રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *