રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીઓના હુમલાના બનાવોની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ બાદ હવે કેશોદમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે. ઘટના એમ હતી કે, યુવતીના ઘરે રોકાવા માટે આવેલા માસિયાઈ ભાઈએ એક તરફી પ્રેમમાં લગ્નનો પ્રસ્તાવ અવગણતા 18 જેટલા છરીના ઘા મારી દીધા હતા. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
મળેલી માહિતી અનુસાર, કેશોદમાં રહેતી આશા (નામ બદલ્યું છે) ના ઘરે તેનો માસિયાઈ ભાઈ કિશન રોકાવા માટે આવ્યો હતો. કિશન અવાર નવાર આશાની પજવણી કરી રહ્યો હતો. આશાના માતા નથી અને પિતા ભરતપુરી ગેસ એજન્સીમાં મજૂરી કામ કરી રહ્યા છે.
શુક્રવારે આશાના પિતા મજૂરીકામે ગયા હતા અને તેની નાની બહેન સાબૂ લેવા માટે બહાર ગઈ હતી. તે દરમિયાન કિશન અને આશા ઘરે એકલા હતા. ત્યારે કિશને આશાની પજવણી કરવાનું શરૂ કર્યું હતું. જે આશાને પસંદ ન હોવાથી તેને આમ ન કરવા માટે કહ્યું હતું.
ત્યાર બાદ કિશને આશાને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે આશાએ લગ્નની ના પાડી દીધી હતી અને ઉશ્કેરાયેલો કિશન રસોડામાં ગયો અને ત્યાંથી છરી લઈને આશા પર હુમલો કરી દીધો હતો. આવેશમાં આવેલા કિશને આશા પર એક કે બે નહી પણ 18 વખત આશા પર છરીના ઘા માર્યા હતા.
યુવતીને રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ
થોડા સમય પાછી આશાની નાની બહેન ઘરે પરત આવી અને જોયું તો આશા લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી હતી. બહેનને આવી હાલતમાં જોયને બુમાબુમ શરૂ કરતા આજુબાજુમાંથી લોકો દોડીને ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે બીજી તરફ કિશન હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલમાં આશાને પહેલા જૂનાગઢ અને ત્યાર બાદ વધુ સારવારની જરૂર હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે બીજી તરફ પોલીસે આરોપી કિશનને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.