કામરેજ ખાતે જોડીયા બાળકોને આરોગ્ય કેન્દ્રમાં નવમી ઓક્ટોબરના રોજ પોલિયો અને પેંથાસીન રસી મુકાઈ હતી. બાદમાં બાળકોના અચાનક મૃત્યુ થઈ ગયા હતાં. જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બન્ને બાળકોના મોતના પગલે પરિવારે હોબાળો મચાવ્યો હતો. જેથી બન્ને બાળકોના પીએમ માટે સુરત સિવિલ મોકલી આપવામાં આવ્યાં હતાં. પીએમ અને ફોરેન્સિક પીએમ બાદ બાળકોના મૃત્યુંનું કારણ જાણવા મળી શકશે. પરિવારજનોએ તબીબોની બેદરકારીના આક્ષેપ લગાવ્યાં હતાં.
રિએક્શન તો અડધા કલાકમાં આવી જાય
ગઈ કાલે 12 વાગ્યે રસી અપાઈ હતી. જો રિએક્શન આવવાનું હોય તો 30 મિનિટમાં આવી જતું હોય છે. પણ ઘટના લગભગ વહેલી સવારે બની હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે. બન્ને જોડીયા બાળકો ભાવુબેન મુન્નાભાઈ ભુવાના હતા અને પાંચમી પ્રસુતિ હોવાનું જાણવા મળ્યું હોવાનું ડો. મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું.
તબીબની બેદરકારીઃ સ્થાનિકો
સિવિલ હોસ્પિટલમાં મૃતક બાળકો સાથે પીએમ માટે આવેલા કનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, તળાવ ફળિયામાં અમે રહીએ છીએ. બન્ને બાળકોને ગઈકાલે રસી અપાઈ હતી. અચાનક બાળકની તબિયત ખરાબ થઈ રમતા દોઢ મહિનાના બાળકોના મોતની ઘટનામાં અમને ડોક્ટરની બેદરકારી લાગે છે. અમારી માંગ છે કે બાળકોના ફોરેન્સિક પીએમ થાય અને ડોક્ટરની સામે પગલાં લેવામાં આવે.
લગ્નના 20 વર્ષે બાળકો જન્મેલા
મૃતક બાળકોના પિતાએ જણાવ્યું હતું કે, સવારે તેઓ ઉઠ્યાં ત્યારે બાળકોના મોં માથી ફીણ નીકળવા લાગ્યા હતાં. જેથી દવાખાને લઈ જતાં બાળકોને મૃત જાહેર કરાયા હતાં. મહત્વપૂર્ણ છે કે, લગ્નના 20 વર્ષ બાદ જોડીયા દીકરા જન્મતા પરિવાર ખુશ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.