ગુજરાત(Gujarat): જાણીએ જ છીએ કે, લોકો પોતાની સોસાયટીની બહાર કચરાનો ઢગલો કરવામાં જરા પણ પાછી પાની કરતા નથી, અન્ય કોઈને કચરો નાખતા જોઇને, તે વ્યક્તિને કચરો નાખતા રોકતા તો નથી, પણ તેની સાથે સાથે તે પણ કચરો(Garbage) નાખે છે અને એક કચરાના ઢગલાનું નિર્માણ કરે છે, જે એક શરમજનક બાબત કહી શકાય. બધા લોકો એવા હોતા નથી, અમુક લોકોને કચરો રસ્તા પર જ નાખી દેવાની ટેવ હોય છે. ત્યારે આવા લોકો ચેતી જજો નહિતર હવે એક બે કે ત્રણ હજાર નહી સીધો જ થશે 10 હજાર રૂપિયાનો મસમોટો દંડ. આ પ્રકારની કાર્યવાહી અમદાવાદ(Ahmedabad)માં શરુ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારના ખિસ્સા ખાલીખમ થઇ જશે. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ જો અમદાવાદની સોસાયટીની બહાર કચરો જોવા મળશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. જેના માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવવામાં આવી છે.
મહત્વનું છે કે, અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા લોકો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની ખાસ નજર છે. સાથે જ ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં અવી છે. જે મુજબ આજથી ગંદકી કરનારા પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. જો આજથી અમદાવાદની કોઈ પણ સોસાયટીની બહાર કચરો જોવા મળશે તો આજથી એક બે કે ત્રણ હજાર નહી સીધો જ 10,000 રૂપિયાનો દંડ થશે. ઝુંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવવામાં આવી છે. તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકેટ જે-તે ઉદ્યોગ દ્વારા પાછા લેવા પડશે.
અમદાવાદ શહેરમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં જઈ રહ્યા છે, તેથી પ્લાસ્ટિકના આ કપ સામે મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સાથે જ પ્લાસ્ટિકની થેલી સામે પણ કડક પગલા ભરવામાં આવશે. જો અમદાવાદીઓ આ મામલાને લઈને ગંભીર નહિ બને તો કડક કાર્યવાહી થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવનાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.