ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)નાં દિવ્યાંગ રામભાઇ બામભાવએ રમત-ગમત ક્ષેત્રે અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે અને યુવાનો માટે એક પ્રેરણારૂપ બન્યા છે. જો વાત કરવામાં આવે તો રાજકોટનાં દિવ્યાંગ યુવકે(Disabled youth) ગુજરાતને પહેલો ગોલ્ડ મેડલ(Gold Medal) અપાવ્યો હતો.
મહત્વનું છે કે, 26 વર્ષીય દિવ્યાંગ રામભાઈ બામભવાએ જણાવતા કહ્યું હતું કે, દિવ્યાંગ પાવર પેરાલિફટેડ છું. મે મારા રમત-ગમતની શરૂઆત ખેલ મહાકુંભ 2010થી કરી હતી. આ રમત-ગમતમા હું ગોળાફેંક, ભાલાફેંક અને ચક્રાફેંક રમતો હતો. વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, જિલ્લા લેવલે પણ મને ગોલ્ડ મળતા હતા. રાજ્ય લેવલે પણ મેડલ મળ્યા છે.
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ખેલ મહાકુંભ ગુજરાત પુરતુ સિમિત છે. હવે મારી ઈચ્છા નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે રમવાની છે. જેને કારણે મે યુટ્યુબના માધ્યમથી પેરા લિફટેડની જાણકારી મેળવી હતી અને રાજકોટમાં આવેલા જુદા જુદા જીમની વિઝિટ કરી હતી અને પાવર લિફ્ટીંગ માટે પણ દિવ્યાંગ હોવાના કારણે એડમિશન નહોતું મળ્યું અને લોકલ જીમમાં એડમિશન મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહિંયાના ટ્રેનરે તેને ખુબ મદદ કરી અને તેને આ દિવ્યાંગ યુવકના બોડીને આકાર આપ્યો હતો. ત્યારબાદ તેને રાજ્ય લેવલની કોમ્પિટિશનમાં જુનિયર લેવલમાં ભાગ લીધો હતો અને જેમાં તેને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ગોલ્ડ મેડલ મળતા જ હવે તેનું સિલેકશન નેશનલ લેવલે થઇ ચુક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.