ગુજરાત(Gujarat): જગતના તાત માથેથી હજુ પણ કમોસમી માવઠા(Unseasonal Mawtha)નું સંકટ પાછું વળવાનું નામ નથી લઇ રહ્યું. પહેલા હવામાન વિભાગ(Meteorological Department) અને હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર કરવામાં આવેલી આ આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. અંબાલાલ પટેલ દ્વારા વરસાદ(Rain)ની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 12 એપ્રિલ થી 19 એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો આવશે. 12 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આજુબાજુ રહેવાની શક્યતા છે.
અમે તમને જણાવી દઈએ કે, ગઈકાલના રોજ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને આકરા તાપની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવતા કહ્યું હતું કે, 09 અને 10 એપ્રિલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 09 અને 10 એપ્રિલ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતની ઊંઘ હરામ થઈ ગઈ છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.