મિલેટ્રી સ્ટેશનમાં અંધાધુન ફાયરીંગમાં ચાર જવાનો શહીદ, આ હુમકો કોઈ આતંકવાદી નહિ પણ…

પંજાબ (Punjab) ના ભટિંડા મિલિટરી સ્ટેશન (Bathinda Military Station) પર બુધવારે સવારે થયેલા ફાયરિંગમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા. સેનાએ જણાવ્યું કે ગોળીબાર સવારે 4.35 કલાકે થયો હતો. 4 મૃત્યુ સિવાય કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પોલીસ અને સેનાની ટીમ સંયુક્ત રીતે તપાસ કરશે. અત્યારે આ ઘટનાને આતંકવાદી હુમલો કહેવામાં આવી રહી નથી. બીજી તરફ ભટિંડાના એસએસપી જીએસ ખુરાનાએ એનડીટીવીને જણાવ્યું છે કે આ આતંકવાદી હુમલો નથી. અંદર કંઈક બાબત છે. અમારી ટીમ બહાર રાહ જોઈ રહી છે. અત્યારે સેનાએ અમને અંદર જવાની પરવાનગી આપી નથી.

ઘટનાની માહિતી મળ્યા બાદ ક્વિક રિએક્શન ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઝડપી પ્રતિક્રિયા ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

પંજાબ પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આર્મી કેન્ટ ભટિંડા જિયો મેસમાં ગોળીબાર થયો છે. આર્મી કેન્ટના તમામ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. લગભગ 2 દિવસ પહેલા, ઇન્સાસ રાઇફલ સહિત 28 કારતુસ પણ ગુમ થયા હતા. આ ઘટના પાછળ સેનાના કેટલાક જવાનોનો હાથ હોઈ શકે છે. હાલમાં સેનાએ સ્થાનિક પોલીસને કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પ્રવેશવા દીધો નથી.

દક્ષિણ-પશ્ચિમ કમાન્ડ હેડક્વાર્ટરએ કહ્યું છે કે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી. પંજાબ પોલીસ સાથે સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા ગુમ થયેલી 28 રાઉન્ડ સાથેની ઇન્સાસ રાઇફલની સંભવિત સંડોવણી સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મીડિયાને અફવાઓ અને અટકળોથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *