સતત વિવાદોમાં રહેતાં પાકિસ્તાન ક્રિકેટ સાથે સંબંધિત એક એવી ખબર દુનિયા સામે આવી છે જે આ દેશના ઘરેલૂ ક્રિકેટના માળખાની પોલ ખોલી રહી છે. બદલાવના દોરમાંથી પસાર થઇ રહેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમને ફરીથી ઉભી કરવા મથી રહેલા પીસીબીએ પોતાના વિભાગીય ક્રિકેટને ભંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેની ખૂબ જ આલોચના થઇ હતી. આ જ બદલાવના કારણે એક ખેલાડી હવે ટેમ્પો ચલાવવા મજબૂર થઇ ગયો છે.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે પોતાનો ખર્ચ કાઢવાના પણ પૈસા નથી. મેદાન વચ્ચે મેન્ટેનન્સ અને સ્ટાફનો પગાર કાઢવો મુશ્કેલ થઇ ગયો છે તેવામાં અનેક વિભાગીય ખેલાડી હવે આ ખેલથી જ દૂર થઇ ગયો છે.
હકીકતમાં આ સ્ટોરી છે ફઝલ સુભાન નામના એક પ્રથમ શ્રેણી ક્રિકેટરની જે અંડર-19 ટીમ અને પછી પાકિસ્તાન-એ ટીમ માટે મહત્વનો ખેલાડી રહી રહી ચુકેલા સુભાને સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે.
ફઝલ એક સમયે તે ટોચના ખેલાડીઓમાંથી એક હતો જે અંડર-19 અને એ ટીમ બાદ પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં રમવાની એકદમ નજીક હતો. પરંતુ પરિવારનું ગુજરાન ચલાવા માટે તેણે આ સ્પોર્ટથી જ દૂર થઇ જવુ પડ્યુ. ફઝલે જણાવ્યું કે તે વિભાગીય ક્રિકેટમાં 1 લાખ રૂપિયા વેતન મેળવતો હતો. પરંતુ પીસીબી દ્વારા તેને બંધ કરવામાં આવતાં તે પિકઅપ વાહન ચલાવા માટે મજબૂર થયો છે. જેમાં તે 30થી 35 હજાર રૂપિયાની કમાણી કરે છે.
40 પ્રથમ શ્રેણીની મેચમાં 32.87ની એવરેજથી 2301 રન બનાવનાર ફઝલે પાંચ સદી અને 11 અડધી સદી ફટકારી છે. હવે દુનિયાભરમાં આ ક્રિકેટરની દુર્ગતિની ખબર આગની જેમ ફેલાઇ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટર્સે દુખ વ્યક્ત કર્યુ છે. કામરાન અકમલ અને મોહમ્મદ હફીઝ સહિત અનેક ટોચના ખેલાડીઓએ નવુ મોડલ લાગુ કરવા માટે પીસીબીને આડે હાથ લીધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.