ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના ટૂકાવાડા(Tukwada) ગામે અવધ ઉટોપિયા(Avadh Utopia)માં એક મકાનના બીજા માળે ઘરકામ કરી રહેલી એક મહિલા બારી સાફ કરતા સમયે નીચે પટકાતાં કરુણ મોત થયું હતું. મહિલાના પરિવારજનોને ગાર્ડે સ્થળ પર જવા ન દેવાને કારણે તેઓએ મહિલાના મોત અંગે અનેક સવાલો ઉઠાવ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, પારડી તાલુકાના રોહિણાગામે ધનીયા ફળિયામાં રહેતી 47 વર્ષીય આશાબેન સુભાષભાઈ પટેલ જે મંગળવારના રોજ ટુકવાડા ગામે અવધ ઉટોપિયાના મકાન નંબર 336 બીજા માળે ઘરકામ કરતા સમયે બારી સાફ કરી રહી હતી ત્યારે કોઈ કારણ સર નીચે પટકાતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 108ને બોલાવતા 108ની ટીમ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની જાણ મૃતક આશાબેનના પુત્ર વિરેન્દ્રને થતાં તાત્કાલિક તે સંબંધીઓ સાથે અવધ ઉટોપિયા દોડી આવ્યા હતા. પરંતુ એક સમયે તેઓને ઘટના સ્થળે જવા દેવામાં ન આવતા પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જોકે આ રેસીડેન્સીમાં સિક્યુરિટીનું વિષેશ ધ્યાન રાખવામાં આવે છે ત્યારે ત્યાં મહિલાની સુરક્ષાને લઇ પરિવાર દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પારડી પોલીસ સ્થળ પર પહોંચી આવી હતી અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.