સુરત(Surat): શહેરમાં કામરેજ(Kamrej)ના ખોલવડ(Kholvad) ગામમાં આજે એક મોટી દુઃખદ ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યાં છે. હાલમાં તો પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં તો પોલીસ દ્વારા કારખાનાના માલિક અને મૃતકોના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બે શ્રમિકોના વીજ કરંટ લાગતા મોત:
મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો કામરેજના ખોલવડ ગામમાં એમબ્રોડેરી મશીન હાઈટેશનની લાઈનને અડી જતાં બે શ્રમિકોના કરુણ મોત થયા છે. મશીન પકડીને ઊભા રહેલા બંન્ને શ્રમિકોને જોરદાર કરંટ લાગ્યો હતો.
પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી:
મહત્વનું છે કે, મશીનને ફેર બદલી માટે બારીની બહાર એક ભાગ કાઢતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના નામ ભગવાન સિંહ રાજપુત અને સતીશ કુમાર રાજપુત હોવાનું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કામરેજમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં બે કારીગરને લાગેલ કરંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં માત્ર એક સેકન્ડમાં કરંટ લાગતા કારીગર જમીન પર ઢળી પડે છે અને મોતને ભેટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.