દુનિયામાં એવી ઘણી હોટલ છે જે ઘણી જૂની છે. જોકે, તે સમયની સાથે બદલાતી રહે છે. પરંતુ જાપાનમાં એક એવી હોટલ છે જેણે આજે પણ પોતાનો ઈતિહાસ યથાવત રાખ્યો છે. આ દુનિયાની સૌથી જૂની હોટલ છે. જેનું નામ “ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ”માં નોંધાયેલું છે.
આ હોટલનું નામ છે “નિશિયામા ઓનસેન કિયૂનકન” તેને ફુજિવારા મહિતો નામના વ્યક્તિએ વર્ષ 705માં બનાવી હતી. લગભગ 1300 વર્ષ જૂની આ હોટલને આજે તેમના પરિવારની 52મી પેઢી ચલાવી રહી છે.
આ હોટલમાં દુનિયાભરનાં લોકો આવે છે. જેમાં ઘણાં મોટા જાણીતા લોકો પણ સામેલ છે. આ હોટલ પોતાના આલિશાન ગરમ ઝરણાઓ માટે જાણીતી છે. જે તેને અન્ય હોટલો કરતાં અલગ અને ખાસ બનાવે છે.
આ હોટલની એકતરફ સુંદર નદી વહે છે. તો બીજી તરફ ગાઢ જંગલ છે. હોટલની બારી ખોલવા પર તમને અહીંનો સુંદર દ્રશ્ય દેખાશે જેને જોઈને તમને અહીંથી બીજે ક્યાંય પણ જવાનું મન જ નહી કરે.
આ હોટલમાં કુલ 37 રૂમો છે, જેનું એક રાતનું ભાડું લગભગ 33 હજાર રૂપિયા છે. સમય સમય પર આ હોટલનું નવીનીકરણ થતુ રહે છે. છેલ્લે 1997માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.