Talati Exam Notification Released, Gujarat: રાજ્યમાં આવતીકાલથી તલાટીની પરીક્ષાને લઇ તંત્ર ખુબ એલર્ટ મોડમાં છે. પરીક્ષા વખતે કેન્દ્રની આસપાસના વિસ્તારમાં શાંતિ રહે અને દરેક પરીક્ષાર્થીઓ શાંત અને સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જાહેરનામું મુજબ આવતીકાલે બપોરે પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પરીક્ષા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
આ સાથે જ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની હદમાં, બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે સાથે ચારથી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ પરીક્ષા કેન્દ્રની આસપાસ મોટા અવાજમાં સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ વીજ પુરવઠો ન ખોરવાય તે માટે આસપાસના વિસ્તારમાં ખોદકામ પર પણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. સાથે જ ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવાશે.
પરીક્ષામાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
તલાટી પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે ઘણી ઇલેક્ટ્રીક વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમ કે, મોબાઈલ, પેજર, ઇલેક્ટ્રીક ડાયરી, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો લઈને દાખલ થવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
જાહેરનામાનો ભંગ કરવા બદલ થશે કાર્યવાહી
તલાટી પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ, વિશેષ ધ્યાન ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પરીક્ષા સ્થળે ચોરી કરવા કે કરાવવા હેતુથી પુસ્તક અન્ય સાહિત્ય, કાપલી, ઝેરોક્ષ નકલો લઈ જનાર પર કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી દરેક ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી બંધ રાખવી પડશે.
સાથે જ પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થશે, પરીક્ષા સ્થળની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાનબીડી ગલ્લા તથા ચા પાણીની દુકાનો પરીક્ષા સમય દરમિયાન ચાલુ કરવા પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિયમોનો ભંગ કરનારને જાહેરનામાનો ભંગ કરવા બદલ શિક્ષાને પાત્ર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.