શર્મસાર થયું Ahmedabad… ગર્ભનાળ સાથે જ નવી જન્મેલી બાળકીને દસમાં માળેથી નીચે ફેંકી દેવાઈ

અમદાવાદ (Ahmedabad) માંથી એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે. Ahmedabad શહેરના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકીની દર્દનાક હત્યા કરવામાં આવી છે. હાલ અમદાવાદ પોલીસ આ…

અમદાવાદ (Ahmedabad) માંથી એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે. Ahmedabad શહેરના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકીની દર્દનાક હત્યા કરવામાં આવી છે. હાલ અમદાવાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, શહેરના ચાંદખેડા વિસ્તારના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હૃદયદ્રાવક ઘટના બની છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી દેવાતા નવજાત બાળકીનું મોત થયું છે.

અમદાવાદમાં નવજાત બાળક ફેંકાયા અંગેની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ માટે રવાના થયો છે. પોલીસે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોસાયટીના શંકાસ્પદ સભ્યોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવી શકે છે. જેથી જાણી શકાય કે આ કોનું બાળક છે.

અમદાવાદમાં નવજાતને કોણે ફેંકી દીધુ?

ત્યજી દેવાયેલા નવજાત શિશુના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આજે Ahmedabad ના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકીની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અજાણી વ્યક્તિએ નવી જન્મેલી બાળકીને બિલ્ડિંગના 10મા માળેથી ફેંકી દીધી હતી. જેમાં બાળકી નીચે પડી જતાં તેનું મોત થયું હતું. ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાળકની હત્યા શંકાસ્પદ મહિલાએ કરી હોવાની જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

નીચે પટકાતાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું

ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટના 10મા માળેથી સવારે એક અજાણી વ્યક્તિએ નવજાત બાળકીને કોથળી સાથે ફેંકી દીધી હતી. માસુમને ઉપરથી ફેંકતા બાળક વચ્ચેના માળેથી પછડાઈ નીચે પડ્યું હતું. ઉપરથી નીચે પડતાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં ચાંદખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાનો ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવશે

આ અંગે ઝોન-2 ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોના નિવેદન લીધા હતા. એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા શકમંદ તરીકે સામે આવી છે. હાલ પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી છે અને મહિલાનો ડીએનએ રિપોર્ટ કરવામાં આવશે. જો મહિલાનો રિપોર્ટ મેચ થશે તો બાળક મહિલાનું હોવાનું સાબિત થતાં મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *