નવસારી(Navsari): થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા માર્ચ 2023 માં લેવામાં આવેલ બોર્ડ ધોરણ 12 (વિજ્ઞાનપ્રવાહ) અને તેની સાથે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા GUJCET 2023નું પરિણામ જાહેર થયું હતું. આ નવસારી જિલ્લાનું 64.61 ટકા પરિણામ જાહેર થયું હતું. નવસારી (Navsari) જિલ્લામાં 4582 વિદ્યાર્થીઓમાંથી 4578 વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, નવસારીમાં ફકત બે વિદ્યાર્થીઓ A1 ગ્રેડથી ઉત્તીર્ણ થયા છે. જયારે અન્ય 81 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. 1624 વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર પરિણામ પરથી જોઈ શકાયા છે. નવસારીના પરીક્ષા કેન્દ્રોમાં નવસારી કેન્દ્રનું સૌથી વધુ 75.17 % પરિણામ જાહેર થયું હતું. સૌથી ઓછું વાંસદા કેન્દ્રનું 46.26 ટકા પરિણામ રહ્યુ હતું.
જો વાત કરવામાં આવે તો સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 2 વિદ્યાર્થીઓ છે જેમાંથી AB SCHOOL ના ગુપ્તા અંકિત વિનોદકુમાર 500 માંથી 454 ગુણ સાથે નવસારી જિલ્લામાં પ્રથમ રહ્યા હતા. આ સાથે બોર્ડ દ્વારા લેવામાં આવેલા GUJCET ની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ નવસારી જિલ્લામાં પૂર્વાંક પટેલ એ 120 ગુણમાંથી 116.25 ગુણ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
આ ઉપરાંત GUJCET માં 100 થી વધુ માર્કસ મેળવનાર 34 વિદ્યાર્થીઓ છે. આ સાથે GUJCET અને બોર્ડ પરીક્ષામાં ટોપટેન A B School ના 7 થી 8 વિદ્યાર્થીઓએ નવસારી જિલ્લામાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શાળામાં વાલીઓ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌ જાણે છે કે, સખત મહેનતનું કોઈ વિકલ્પ નથી. વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરી પોતાના પરિણામમાં સુધારો કર્યો છે. સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વિદ્યાર્થીઓ થોડો સમય સોશિયલ મીડિયા પર પોતાનો સમય વેડફતા હોય છે પરંતુ આ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે, તેમણે લગ્ન પ્રસંગ તેમજ ધાર્મિક પ્રસંગ સહિત સોશિયલ મીડિયા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી તેવો અભ્યાસ કરતા આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શક્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.