થોડા દિવસ અગાઉ જ સુરતમાં વડાપાવ માં કાન ખજૂરો નીકળવાની ઘટના બની હતી. તે ઘટનાના પડઘા હજી શાંત પડયા નથી, ત્યાં સુરતને એક ખ્યાતનામ હોટલમાં મોંઘા ભાવની ડિનર ડિશમાંથી ઈયળ જેવી જીવાતો નીકળતા હોહા મચી ગઈ છે. અને આરોગ્ય વિભાગની રેઢિયાર કામગીરી તેમજ હોટલની બેદરકારી સામે આવી છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુરતના ટેક્સ પ્લાઝો હોટલ માં 14 ઓક્ટોબરના રોજ સાંજે ભોજનમાં પીરસાયેલી થાળીમાં જીવતી જીવાત નીકળી હતી. આ બાબતે ભોજન આરોગનાર વ્યક્તિઓએ હોટેલ મેનેજરને ફરિયાદ કરતા આ મામલો બિલ માફ કરી દેને પતાવી લેવા માટે મેનેજરે દલીલ કરી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. જાગૃત નાગરિક તરીકે હોટલમાં જમવા ગયેલા વ્યક્તિએ આ વિડીયો સાથે ૧૫ ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગને ફરિયાદ કરતાં આરોગ્ય વિભાગે સેમ્પલો લઇને હોટેલને નોટિસ આપી છે.
ડિનરમાં આપવામાં આવેલી શાકમાં જીવાત ચાલતી હોવાનો વિડીયો થયો વાયરલ..
વિડીયો સુરતના ટેક્સ પ્લાઝો હોટેલનો છે..
ગ્રાહકે હોટેલના મેનેજરને જીવાત બતાવતા બિલમાં માફી કરી આપી મામલો પતાવવાની વાત કરી..
15 ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગને વિડીયો સાથે ફરિયાદ કર્યા બાદ સેમ્પલો લઈ હોટેલને નોટિસ આપવામાં આવી છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.