Advocate Mehul Boghara: કાયદાનું રક્ષણ કરનારા જ જયારે કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરત (Surat) શહેરમાંથી સામે આવી છે. જેઓને કાયદાના રક્ષણ માટે નીમવામાં આવ્યા છે, તેઓ જ કાયદાના નિયમોથી પથારી ફેરવી રહ્યા છે. સુરતમાં ઓનડ્યુટી ટ્રાફિક પોલીસને જ દંડ ફટકારવામાં (The on-duty traffic police were fined) આવ્યો છે. ટ્રાફિક પોલીસ જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા નજરે ચડ્યા હતા. ઓનડ્યુટી ટ્રાફિક પોલીસને કાળા કાચ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.
કાળા કાચ રાખવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટરનો ફાટ્યો મેમો…
ગતરોજ બપોરના બે વાગ્યા આસપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં પીઆઇ કે.જે.ભોંયે કાયદાનું પાલન કરવાને બદલે પોતે જ કાયદાના લીરેલીરા ઉડાવતા નજરે ચડ્યા હતા. પીઆઇ કે.જે.ભોંયે પોતે કાયદાનું પાલન કરવાને બદલે વાહન ચાલકોને રોકી અને દંડ વસૂલતા હતા. ઓનડ્યુટી કે.જે.ભોંયે કાળા કાચવાળી કાર લઈને ફરજ પર પહોચ્યા હતા. તે દરમ્યાન એડવોકેટ મેહુલ બોઘરાને ધ્યાને ચડતા સર્વપ્રથમ ટ્રાફિક પોલીસનું ચલણ ફડાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
મિત્રો ઘટનાની વિગતે વાત કરીએ તો, કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં બપોરના બે વાગ્યા આસપાસ ટ્રાફિક પોલીસ પીઆઇ કે.જે.ભોંયે વાહન ચાલકોને રોકી અને દંડ વસૂલતા હતા. આ દરમ્યાન તેઓ પોતે જ કાળા કાચવાળું વાહન (GJ 30 A 1160) લઈને ફરજ પર પહોચ્યા હતા. આ વાતની જાણ એડવોકેટ મેહુલ બોઘરાને થતા તેમણે સૌથી પહેલા ટ્રાફિક પોલીસ પાસે દંડ કરાવ્યો હતો. પીઆઇ કે.જે.ભોંયે પણ પોતાની ભૂલ સ્વીકારી રૂપિયા 500નો દંડ ભરી દીધો હતો.
ભૂલ સ્વીકારી પોતાનો જ દંડ ભર્યા બાદ પીઆઇ કે.જે.ભોંયે એ જણાવ્યું હતું કે, ‘આ વાહન મારું નથી, બીજાનું છે. મારું સરકારી વાહન ખરાબ થઇ ગયું છે, ગેરેજમાં છે. ફરજ ચૂકથી આ ગાડી લઇ આવ્યો છું.’ આ ઘટનાને પગલે પીઆઇ કે.જે.ભોંયે પોતાની ભૂલ સ્વીકારે સ્વયમ 500 રૂપિયાનો દંડ ભર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.